મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ઇયાન ચેપલનું માનવું છે કે ટેસ્ટ ક્રિકેટને માત્ર ટી20ની વધતી લોકપ્રિયતા જ નહીં પરંતુ જળવાયુ પરિવર્તનથી પણ ખતરો છે. ચેપલે કહ્યું કે, વિશ્વ ભરના ક્રિકેટ બોર્ડે તેના પર ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે. ચેપલે 'ઈએસપીએનક્રિકઇન્ફો' વેબસાઇટ પર પોતાના લેખમાં લખ્યું, 'પાંચ દિવસીય મેચોનું નજીકથી નિરીક્ષણ કરતા સંકેત મળે છે કે આપણી સામે કેટલાક ગંભીર પડકાર છે. તેમાથી બે મોટી ચિંતા લાંબા ફોર્મેટ પર ટી20 ક્રિકેટ અને જળવાયુ પરિવર્તનનો પ્રભાવ છે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેસ્ટ ક્રિકેટના ભવિષ્યને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરતા ચેપલે લખ્યું, 'રમત પર જળવાયુ પરિવર્તનની અસર એક મોટી ચિંતા છે. તેનો ઉકેલ તે રાજનેતાઓની નિર્ણાયક કાર્યવાહી પર નિર્ભર રહે છે, જે હેરાનગતિભર્યું મૌન ધારણ કરી રહે છે.' તેમણે કહ્યું, 'સૌથી પહેલા તો વધતા તાપમાનથી ખેલાડીઓના સ્વાસ્થ્ય પર અસર પડશે. વરસાદને કારણે રમતમાં વિલંબ થવાથી વધુ હતાશા ભર્યું બીજુ કંઇ ન હોય પરંતુ કલ્પના કરો કે સૂરજના તેજ પ્રકાશને કારણે ખેલાડીઓએ મેદાનની બહાર જવું પડે.'

વર્લ્ડ એથલેટિક્સઃ ફ્રેઝર 100 મીટરમાં 4 ગોલ્ડ જીતનારી પ્રથમ રનર, બોલ્ડ સહિત 3ને પાછળ છોડ્યા 

ત્વચાના કેન્સરનો સામનો કરી રહેલા આ પૂર્વ કેપ્ટને કહ્યું કે, ખુબ લાંબા સમય સુધી સૂરજના પ્રકારમાં રહેવાથી ખેલાડીઓએ તે પ્રકારની બિમારીનો સામનો કરવો પડી શકે છે, જેનો સામનો તે કરી રહ્યાં છે. ચેપલે લખ્યું, 'તે હકિકત છે કે જો તાપમાન વધતુ રહ્યું તો ખેલાડીઓને લૂ લાગવાથી કે ત્વચાના કેન્સરથી થનારા નુકસાનથી બચવુ પડશે.'


આ પૂર્વ કેપ્ટને કહ્યું, 'લિટિગેશનના યુગમાં ક્રિકેટ બોર્ડે સતર્કતાથી આગળ વધવાની જરૂર છે. તેમાં કોઈ શંકા નથી કે દિવસ-રાત્રિ મેચોને ટેસ્ટ ક્રિકેટના ભવિષ્ય માટે મહત્વની માનવામાં આવી રહી છે.'


ચિંતિત ચેપલે કહ્યું, 'આ સિવાય સમુદ્રનું જળસ્તર વધવાની પણ ચિંતા છે અને વધુ ક્રૂર હવામાનીય ઘટનાઓ જેમ કે વિનાશકારી વાવાઝોડું અને ચક્રવાત.'

Pakistan vs Sri Lanka 2nd ODI: આખરે વર્ષો બાદ પાકની ધરતી પર શરૂ થઈ વનડે મેચ


તેમણે કહ્યું, 'સાથે ઓછા વરસાદનો પણ નુકસાનકારક પ્રભાવ છે. આ ઘટનાઓ ચેતવણી આપી રહી છે કે ક્રિકેટરો અને પ્રશાસકોએ જળવાયુ પરિવર્તનને ગંભીરતાથી લેવાની જરૂર છે.'