નવી દિલ્હીઃ વર્ષ 2018મા ઘણા ક્રિકેટ રેકોર્ડ બન્યા અને તૂટયા. આ વર્ષ ક્રિકેટરો માટે ખાસ રહ્યું અને ક્રિકેટ પ્રેમિઓ માટે પણ. આ વર્ષે વિકાટ કોહલીએ જ્યાં ઘણા રેકોર્ડ બનાવ્યા અને તોડ્યા, તો ઓસ્ટ્રેલિયાના એરોન ફિન્ચે પણ ખાસ સિદ્ધિ પોતાના નામે કરી છે. તો આવો જોઈએ, ક્રિકેટની દુનિયાના ક્યા રેકોર્ડ આ વર્ષે બન્યા, જે હજુ સુધી બરકરાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10 હજાર ક્લબમાં સૌથી ઝડપી વિરાટ
પોતાના વનડે કરિયરના 213મા મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ 10 હજાર આંતરરાષ્ટ્રીય રનની ખાસ ક્લબમાં એન્ટ્રી કરી. વિરાટ આ ક્લબમાં સૌથી ઝડપી જગ્યા બનાવનારો બેટ્સમેન બન્યો. તેણે માત્ર 205 ઈનિંગમાં આ ક્લબમાં જગ્યા બનાવી. વિરાટ પહેલા સૌથી ઝડપી 10 હજાર રન બનાવવાનો રેકોર્ડ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના નામે હતો. લિટલ માસ્ટરે વર્ષ 2001મા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેંડુલકર 259 ઈનિંગ રમીને આ ક્બલમાં પહોંચ્યો હતો. આ હિસાબે વિરાટે 54 ઈનિંગ ઓછી રમી હતી. 



મિતાલીની સિદ્ધિ
ભારતીય મહિલા ક્રિકેટ મિતાલી રાજે આ વર્ષે સૌથી વધુ વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો રેકોર્ડ તેના નામે કર્યો હતો. તેણે ઈંગ્લેન્ડની ચાર્લોટ એડવર્ડ્સ (191) વનડેને પછાડી, મિતાલીના નામે હાલ 197 વનડેમાં 6550 રન નોંધાયેલા છે. તે વનડે ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનારી મહિલા ક્રિકેટર છે. ત્યારબાદ એડવર્ડ્સનું નામ આવે છે, જેણે 5992 રન બનાવ્યા છે. 



ફિન્ચનો ટોપ સ્કોર
ઓસ્ટ્રેલિયાના એરોન ફિન્ચને નામે એક મોટી સિદ્ધિ હાસિલ થી જ્યારે તેણે ઝિમ્બાબ્વે વિરુદ્ધ ફટાફટ અંદાજમાં 172 રનનો વ્યક્તિગત સ્કોર બનાવ્યો. હરારેમાં 3 જુલાઈ 2018ના રમાયેલી આ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં કેપ્ટન તરીકે ફિન્ચે 76 બોલમાં 16 ફોર અને 10 સિક્સ ફટકારી હતી. તેણે ડાર્સી શોર્ટ (46) સાથે 223 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટ પર 229 રન બનાવ્યા જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 9 વિકેટ પર 129 રન બનાવી શકી હતી. 



(ફોટોઃ પીટીઆઈ)


પાર્ટનરશિપનો રેકોર્ડ
વર્ષ 2018 પાકિસ્તાન માટે ખાસ રહ્યું કારણ કે, ઓપનિંગ પાર્ટનરશિપનો રેકોર્ડ તેના બેટ્સમેનોએ આ વર્ષે જુલાઈમાં બનાવ્યો હતો. ઇમામ ઉલ હક અને ફખર જમાંએ ઝિમ્બાબ્વે વિરુદ્ધ બુલાવાયોમાં 304 રનની ભાગીદારી કરી. સિરીઝની આ ચોથી વનડેમાં પાકિસ્તાને 50 ઓવરમાં 1 વિકેટ પર 399 રન બનાવ્યા. ઈમા 113 રન બનાવી આઉટ થો જ્યારે ફખર 210 રને નોટઆઉટ રહ્યો હતો. આ ઓપનિંગ પાર્ટનરશિપનો રેકોર્ડ છે. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 155 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 



વનડેમાં સૌથી મોટો સ્કોર
આ વર્ષે વનડે આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સૌથી વધુ ટીમ સ્કોરનો રેકોર્ડ પણ બન્યો. ઈંગ્લેન્ડે આ રેકોર્ડ પોતાના નામે કર્યો. ઈયોન મોર્ગનની આગેવાનીમાં ઈંગ્લેન્ડની ટીમે 19 જૂન 2018ના ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝના ત્રીજા વનડેમાં 6 વિકેટ ગુમાવીને 481 રનનો પહાડી સ્કોર કર્યો હતો. નોટિંઘમમાં રમાયેલી આ મેચમાં જોની બેયરસ્ટો (139) અને એલેક્સ હેલ્સ (147) સદી ફટકારી હતી. બંન્નેએ બીજી વિકેટ માટે 151 રનની ભાગીદારી કરી હતી. કેપ્ટન મોર્ગને 30 બોલમાં 3 ફોર અને છ સિક્સ સાથે 67 રન ફટકાર્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 239 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. 


[[{"fid":"195927","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


યાસિરે તોડ્યો 82 વર્ષ જૂનો રેકોર્ડ
પાકિસ્તાનના લેગ સ્પિનર યાસિર શાહે આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં 82 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 200 વિકેટ પૂરી કરનાર બોલર બન્યો. તેણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. 



(ફોટોઃ પીટીઆઈ)
યાસિર શાહે વિલ સમરવિલેને આઉટ કરીને પોતાના 200 શિકાર પૂરા કર્યા હતા. તેણે ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર ક્લેરી ગ્રિમટ (36 ટેસ્ટ)ને પછાડ્યો હતો. ગ્રિમટે 1936મા સાઉથ આફ્રિકા વિરુદ્ધ 1936મા જોહનિસબર્ગમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.