નવા વર્ષની શરૂઆતમાં ક્રિકેટના નિયમોમાં કેટલાક ફેરફાર થયા છે. જેમાં કેટલાકની ઔપચારિક જાહેરાત કરાઈ નથી. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ એક એવા નિયમમાં ફેરફાર કર્યો જેનો ખેલાડીઓ ફાયદો ઉઠાવતા હતા. જો સ્ટમ્પિંગ માટે અપીલ કરી હોય અને ઓન ફીલ્ડ એમ્પાયર તેને થર્ડ એમ્પાયર પાસે રેફર કરે તો ફક્ત સાઈડ ઓન રિપ્લે જોવામાં આવશે. કોટ બિહાઈન્ડ એટલે કે વિકેટકિપરનો કેચ ચેક કરાશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિકબઝના એક રિપોર્ટ મુજબ અનેકવાર એવું બનતું હોય છે કે સ્ટમ્પિંગની અપીલ કરવા પર ફિલ્ડિંગ ટીમને કોટ બિહાઈન્ડનો પણ રિવ્યૂ મળી જાય છે. તેને બેટરની વિકેટ ડીઆરએસના ઉપયોગ વગર મળી જતી હતી. કનકશન (concussion) ના નિયમોમાં પણ ફેરફાર થયો છે. જો કનકશનવાળા ખેલાડીને બોલિંગ કરવાથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હશે તો તેના રિપ્લેસમેન્ટ ખેલાડીને બોલિંગ કરવાની મંજૂરી મળશે નહીં. 


સ્ટમ્પિંગ મુદ્દે નિયમમાં ફેરફાર
ગત વર્ષે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરેલુ સિરીઝમાં અનેકવાર એવું બન્યું કે જ્યાં સ્ટમ્પ પાછળ વિકેટકિપર એલેક્સ કેરી સાથે ઓસ્ટ્રેલિયન ટીમે સ્ટમ્પિંગની અપીલ કરી. તેના પરિણામ સ્વરૂપે ડીઆરએસનો ઉપયોગ કર્યા વગર જ કોટ બિહાઈન્ડ પણ ચેક કરવામાં આવ્યું. હવે ફિલ્ડિંગ ટીમને કોટ બિહાઈન્ડ ચેક કરવા માટે રિવ્યૂ લેવાની જરૂર પડશે. કારણ કે સ્ટમ્પિંગની અપીલ પર ફક્ત સાઈડ ઓન કેમેરાથી રીપ્લે દેખાડવામાં આવશે. 


નિયમમાં ફેરપાર 12 ડિસેમ્બર 2023થી લાગૂ થયો હતો. હવે થર્ડ એમ્પાયર ફ્રન્ટ ફૂટ ઉપરાંત તમામ પ્રકારના ફૂટ ફોલ્ટ નો બોલને તપાસી શકશે. મેદાન પર ખેલાડી ઈજાગ્રસ્ત થતા તેની ઈજા અને ટ્રિટમેન્ટ માટે ટાઈમ લિમિટ નક્કી કરાઈ છે. ખેલાડી ઈજાગ્રસ્ત થતા ઓન ફિલ્ડ એસેસમેન્ટ કે ટ્રિટમેન્ટ માટે વધુમાં વધુ ચાર મિનિટનો સમય મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube