નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે કહ્યુ કે, બોલને ચમકાવવા માટે ઉપયોગ કરવામાં આવેલી લાળ પર પ્રતિબંધથી ક્રિકેટ 'કંટાળાજનક' બની શકે છે. સ્ટાર્કે મંગળવારે કહ્યુ કે, જો બોલ અને બેટ વચ્ચે મુકાબલાનું સંતુલન ન બન્યું, તો રમતની રોમાંચ સમાપ્ત થઈ જશે. તેણે કહ્યું કે, આ ભવિષ્યમાં ફાસ્ટ બોલિંગ કરવા ઇચ્છુક યુવાઓને પણ હતોત્સાહિત કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

30 વર્ષના મિશેલ સ્ટાર્કે ઓનલાઇન પત્રકાર પરિષદમાં કહ્યુ, અમે (બોલર) મહત્વમાં કમી અને આ એકતરફો મુકાબલો (બેટ્સમેનો સામે) નથી ઈચ્છતા. તેવામાં કંઇક કરવાની જરૂર છે, જેથી બોલ સ્વિંગ થઈ શકે. તેણે કહ્યુ, જો તેમ નહીં થાય તો લોકો ક્રિકેટ જોશે નહીં અને બાળકો બોલર બનવા ઈચ્છશે નહીં. ઓસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાક વર્ષોથી અમારી પિચો સપાટ થઈ છે અને બોલ સીધો આવે છે, તો આ ખુબ કંટાળાજનક સ્પર્ધા હશે. 


પૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલેની આગેવાનીમાં આઈસીસી ક્રિકેટ સમિતિએ હાલમાં કોરોના વાયરસના ખતરાને જોતા લાળના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી છે. સ્ટાર્કને લાગે છે કે બોલરોને આ સમયે અન્ય રીતે બોલને ચમકાવવાની મંજૂરી હોવી જોઈએ. તેણે કહ્યુ, અત્યારે વિશ્વમાં પરિસ્થિતિ સામાન્ય નથી અને તે કેટલાક સમય માટે બોલ  પર લાળના ઉપયોગને રોકવા ઈચ્છે છે, તો તેણે આ દરમિયાન આ પ્રકારની કોઈ બીજી વસ્તુના ઉપયોગ વિશે વિચારવાની જરૂર છે. 


આ બેટ્સમેન ફટકારશે ટી20 ક્રિકેટમાં પ્રથમ બેવડી સદીઃ ડ્વેન બ્રાવો  


ગુલાબી બોલથી સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરોમાં સામેલ સ્ટાર્કે કહ્યુ કે, તે ભારત વિરુદ્ધ આગામી ઘરેલૂ સિરીઝમાં ડે-નાઇટ ટેસ્ટ રમવાની રાહ જોઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 2015થી ડે-નાઇટ ટેસ્ટ રમી રહી છે, પરંતુ ભારતે ગુલાબી બોલથી માત્ર એક ટેસ્ટ રમી છે.


તેવામાં ઓસ્ટ્રેલિયાનો પક્ષ મજબૂત હોવાના સવાલ પર 30 વર્ષના સ્ટાર્કે કહ્યુ, ભારત પોતાના ઘરમાં ગુલાબી બોલથી રમ્યું છે. તેના માટે આ સંપૂર્ણ પણે નવું નથી. જ્યાં સુધી પક્ષનો સવાલ છે તો ઘરેલૂ મેચમાં ગુલાબી બોલથી અમારો રેકોર્ડ શાનદાર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર