આ ગુજરાતી ક્રિકેટરની સામે છે બધા ફેલ! બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ દરેકમાં છે એક્કો!
ટીમ ઈન્ડિયામાં જ્યારથી આ ગુજરાતી ખેલાડીની એન્ટ્રી થઈ છે ત્યારથી ટીમનું બેલેન્સ બદલાઈ ગયું છે. બોલિંગ હોય કે બેટિંગ કે પછી ફિલ્ડીંગ દરેકમાં એક્કો છે આ ખેલાડી.
નવી દિલ્લીઃ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો આજે જન્મદિવસ છે. રવિન્દ્ર જાડેજા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રણ ત્રેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી હતા. રવિન્દ્ર જાડેજાએ 2016માં રીવાબા સાથે લગ્ન કર્યા હતા. ગુજરાતની વર્તમાન ચૂંટણીમાં ઉત્તર જામનગર બેઠક પરથી રીવાબા જાડેજા ભાજપના ઉમેદવાર છે. રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા 2019માં ભાજપમાં જોડાયા હતા.
વર્ષ 2009માં રવિન્દ્ર જાડેજાએ ટીમ ઈન્ડિયા તરફથી ડેબ્યુ કર્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં પોતાની બોલિંગ અને બેટિંગથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અમીટ છાપ છોડી છે. અમે અહીં કેટલીક એવી મેચો વિશે જણાવીએ છે જેમાં તે ટીમ ઈન્ડિયા માટે સંકટમોચક સાબિત થયા હતો.
ગુજરાતી ખેલાડીએ દુનિયાભરમાં પોતાનું નામ રોશન કર્યું છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિંદ્ર જાડેજા ODI ક્રિકેટમાં સદી ફટકાર્યા વિના સૌથી વધુ રન બનાવનાર 8મો ખેલાડી છે. તે ભારતીયોમાં નંબર વન છે. ડાબોડી બોલર રવિંદ્ર જાડેજા (21) ODIમાં વિશ્વનો 13મો બોલર છે જેણે સ્ટમ્પ દ્વારા સૌથી વધુ વિકેટ લીધી છે. જાડેજા વનડેમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વિકેટ લેનારો સંયુક્ત 12મો બોલર છે. તેણે આ રેકોર્ડ ગ્લેન મેકગ્રા, જુનૈદ ખાન અને વકાર યુનિસ સાથે શેર કર્યો છે.
એક બાદ એક સતત જાડેજા રેકોર્ડ બનાવતો જ જાય છે. હાલમાં નંબર વન ઓલરાઉન્ડર છે. જાડેજાના પીએમ મોદી સાથે પણ સારા સંબંધો છે. ODI ક્રિકેટમાં રવિંદ્ર જાડેજાનો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ સામે છે. આ ટીમ સામે તેણે 32 ODI મેચોમાં 29.88ની એવરેજ અને 4.90ના ઈકોનોમી રેટથી 44 વિકેટ ઝડપી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 36 રનમાં 5 વિકેટ લેવાનું રહ્યું છે. જાડેજાનું વનડેમાં બીજું સારું પ્રદર્શન ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સામે છે. તેણે ઈંગ્લેન્ડ સામે 25 મેચમાં 38 વિકેટ લીધી છે. રવીન્દ્ર જાડેજા આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાં 200 કે તેથી વધુ વિકેટ લેનાર 7મો ભારતીય ક્રિકેટર બની ગયો છે. જાડેજા પહેલા વનડેમાં અનિલ કુંબલે, જવાગલ શ્રીનાથ, અજીત અગરકર, ઝહીર ખાન, હરભજન સિંહ અને કપિલ દેવ 200થી વધુ વિકેટ્સ લઈ ચૂક્યા છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રદર્શન-
રવિંદ્ર જાડેજાએ 8 ફેબ્રુઆરી 2009ના રોજ કોલંબોમાં શ્રીલંકાની ક્રિકેટ ટીમ સામે તેનું ODI ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધીમાં 181 વનડેની 123 ઇનિંગ્સમાં 32.22ની એવરેજ અને 84.27ની સ્ટ્રાઇક રેટથી 2,578 રન બનાવ્યા છે. તેણે 67 ટેસ્ટની 128 ઇનિંગ્સમાં 275 વિકેટ લીધી છે અને 98 ઇનિંગ્સમાં 2,804 રન બનાવ્યા છે. તેણે 64 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 51 વિકેટ લીધી છે. તેણે આ ફોર્મેટમાં 457 રન પણ બનાવ્યા છે.
વર્ષ 2014માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ (IND vs NZ)-
ઓકલેન્ડમાં રમાયેલી આ મેચમાં ભારતે જીત માટે 315 રન કરવાના હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાના 6 બેટ્સમેન 184 રનના સ્કોર પર પેવેલિયન ભેગા થઈ ગયા હતા. આ મેચમાં જાડેજાએ 66 રનની ઈનિંગ રમી હતી અને રવિચંદ્રન અશ્વિન સાથે મળીને 85 રનની મહત્વની ભાગીદારી નોંધાવી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ મેચ ડ્રો ગઈ અને જાડેજાને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.
વર્ષ 2016માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ (IND vs ENG)-
મોહાલી ટેસ્ટમાં જ્યારે ભારત અને ઈંગ્લેન્ડની ટીમ આમને સામને હતી. ટીમ ઈન્ડિયાની પહેલા દાવમાં 204 રનના સ્કોરમાં 6 વિકેટ પડી ગઈ હતી અને તે ઈંગ્લેન્ડથી હજુ 77 રન પાછળ હતી. ત્યારે રવિન્દ્ર જાડેજાએ શાનદાર 90 રનની ઈનિંગ રમી અને અશ્વિન સાથે મળીને ટીમનો સ્કોર 417 પર પહોંચાડ્યો હતો. આ રીતે ભારતને મહત્વની 134 રનની લીડ મળી હતી. જાડેજાની આ ઈનિંગના કારણે તેને મેન ઓફ ધ મેચ એવોર્ડ પણ મળ્યો. ભારતે આ મેચ 8 વિકેટથી જીતી હતી.
વર્ષ 2020માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ (IND vs AUS)-
હાલમાં જ 4 ડિસેમ્બરના રોજ રમાયેલી ટી-20 મેચને જ જોઈ લો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાના 5 વિકેટ 92 રન પર પડી ગઈ હતી. આવામાં રવિન્દ્ર જાડેજાએ એકવાર ફરીથી મોરચો સંભાળ્યો અને 23 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 44 રન બનાવ્યા. આ રીતે ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત 20 ઓવરમાં 161/7 રન કર્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 150 રન જ કરી શકી. ભારતે આ મેચ 11 રનથી જીતી. આ સફળતામાં રવિન્દ્ર જાડેજાનું મહત્વનું યોગદાન હતું. જો કે માથામાં ઈજાના કારણે તે બોલિંગ કરી શક્યો નહી.