ધોનીનો ટેનિસમાં જલવો, જીતી મેન્સ ડબલ્સ ટૂર્નામેન્ટ
રાંચીના જેએસસીએ સ્ટેડિયમમાં આયોજીત કંટ્રી ક્રિકેટ ક્લબ ટેનિસ ચેમ્પિયનશિપના ફાઇનલમાં ધોનીએ જીત હાસિલ કરતા ટૂર્નામેન્ટ તેના નામે કરી લીધી છે.
રાંચીઃ ટીમ ઈનન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આશરે એક મહિનાથી ક્રિકેટના મેદાનથી દૂર છે. તેવામાં તે ટેનિસ કોર્ટ પર ન માત્ર પોતાનો હાથ અજમાવી રહ્યો છે પરંતુ ટૂર્નામેન્ટ પણ જીતી રહ્યો છે.
ક્રિકેટ, ફુટબોલ અને શૂટિંગ બાદ મહેન્દ્ર સિંહ ધોનીએ રાંચીમાં લોન ટેનિસમાં પોતાનો હાથ અજમાવ્યો હતો. રાંચીના જેએસસીએ સ્ટેડિયમમાં આયોજીત કંટ્રી ક્રિકેટ ક્લબ ટેનિસ ચેમ્પિયનશિપના ફાઇનલમાં ધોનીએ જીત મેળવીને ટૂર્નામેન્ટ પોતાના નામે કરી લીધી છે.
ફાઇનલમાં ધોની-સુમિતની જોડીની કન્હૈયા અને રોહિતની જોડી સાથે ટક્કર થઈ જેમાં ધોની-સુમિતની જોડીએ મેન્સ ડબલ્સ ફાઇનલમાં જીત પાક્કી કરી હતી.
આગામી વર્ષે ક્રિકેટ વિશ્વકપમાં ઈંગ્લેન્ડ માટે રમી શકે છે જોફ્રા આર્ચર
કંટ્રી ક્લબ ટેનિસ ટૂર્નામેન્ટના આ ફાઇનલ મેચને લઈને લોકોમાં પણ ખૂબ ઉત્સાહ હતો. આ અવરસ પર ઝારખંડ ઓલમ્પિક ફેડરેશન સહ-સચિવ પાંડેયનું કહેવું છે કે, રમત પ્રત્યે ધોનીની દિવાનગી છે જેથી તે કોઈ એક રમત સાથે બંધાયેલો નથી.
ફાઇનલ મુકાબલામાં ધોની પોતાના જોડીદાર સુમિતની સાથે કોર્ટમાં ઉતર્યો અને વિપક્ષી કન્હૈયા અને રોહિતની ટીમોને સીધા સેટમાં 6-3, 6-3થી પરાજય આપ્યો હતો.
Hockey World Cup 2018: ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની વિજયી શરૂઆત, આયર્લેન્ડને 2-1થી હરાવ્યું
તમને જણાવી દઈએ કે 37 વર્ષીય ધોની હવે ઘણા સમય સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહેશે. તે હવે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે શ્રેણીમાં રમી શકે છે.