નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનું વિશ્વ વિજેતા બનવાનું સપનું આખરે રવિવારે ક્રિકેટના મક્કા કહેવાતા લોર્ડ્સ મેદાન પર ખૂબ નાટકીય અંદાજમાં 44 વર્ષ બાદ પૂરુ થયું હતું. છેલ્લા ત્રણ ફાઇનલ હારવાના 27 વર્ષ બાદ ઈંગ્લેન્ડે ટાઇટલ જીત્યું અને આ રીતે ક્રિકેટને જન્મ આપનાર દેશને આખરે વિશ્વ કપ હાસિલ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વચ્ચે ઈંગ્લેન્ડમાં રમાયેલા વિશ્વ કપમાં બોલરોએ દમદાર પ્રદર્શન કર્યું હતું. જે ટૂર્નામેન્ટને બેટ્સમેનો માટે સ્વર્ગ કહેવામાં આવી રહી હતી તેમાં બોલરોએ પોતાની શાનદાર બોલિંગથી દર્શકોના દિલ જીતી લીધા હતા. આ કડીમાં અમે તમને વિશ્વ કપની પાંચ સૌથી શાનદાર બોલ વિશે જણાવીશું, જે જોવાલાયક છે. આ બોલનો જવાબ બેટ્સમેનો પાસે ન હતો અને તે એક દર્શકની જેમ જોતા રહી ગયા અને આઉટ થઈ પેવેલિયન પરત ફર્યાં હતા. 


કુલદીપ યાદવ વિરુદ્ધ બાબર આઝમ
વિશ્વ કપ 2019મા દર વખતની જેમ ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવી પોતાનો રેકોર્ડ 7-0 કર્યો હતો. આ રીતે પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં ફખર જમાન અને બાબર આઝમ વચ્ચે શાનદાર ભાગીદારી થઈ રહી હતી ત્યારે કુલદીપ યાદવે પોતાના કરિયરની ડ્રીમ ડિલેવરી કરી બધાને ચોંકાવી દીધા હતા. આ બોલને બાબર આઝમ સમજી ન શક્યો અને બોલ્ડ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. 



શેલ્ડન કોટરેલ વિરુદ્ધ કોલિન મુનરો
વેસ્ટ ઈન્ડિઝ આ વિશ્વકપમાં પોતાની હારને ભૂલીને ફરીથી નવી શરૂઆત કરવા ઈચ્છશે. પરંતુ તેના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ફેન્સના દિલ જીત્યા હતા. જેમાં પોતાનો અંતિમ વિશ્વકપ રમ રહેલ ક્રિસ ગેલ ચર્ચામાં રહ્યો. આ રીતે કેરેબિયન દ્વીપના યુવા ફાસ્ટ બોલર શેલ્ડન કોટરેલની બોલિંગ અને તેની સલામ કરીને ઉજવણી કરવાની રીતને કોણ ભૂલી શકે છે. 



આ કડીમાં શેલ્ડને ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેન કોલિન મુનરોએ એક શાનદાર યોર્કર ફેંક્યો હતો. જેને જોઈને મેદાનમાં હાજર રહેલા દર્શકો ચીયર કરવા માટે ઊભા થઈ ગયા હતા. આ એક લેટ ઇન સ્વિંગ યોર્કર હતો જેને મુનરો સમજી ન શક્યો અને બોલ્ડ થયો હતો. 


લોકી ફર્ગ્યુસન વિરુદ્ધ ફાફ ડુ પ્લેસિસ
ન્યૂઝીલેન્ડનો લોકી ફર્ગ્યુસન પોતાની ગતિ અને સ્વિંગ કરવાની કળાને કારણે ચર્ચામાં રહ્યો હતો. વિશ્વકપમાં ભલે તેની ટીમ બાઉન્ડ્રી ઓછી હોવાને કારણે હારી ગઈ હોય પરંતુ ન્યૂઝીલેન્ડે પોતાની રમતથી વિશ્વમાં ડંકો વગાડી દીધો છે. આ કડીમાં લોકી ફર્ગ્યુસનનો તે બોલ યાદ આવે છે, જેમાં તેણે આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની સ્ટમ્પ ઉડાવી હતી. 



મોહમ્મદ શમી વિરુદ્ધ શાઈ હોપ
ભારતીય ફાસ્ટ બોલર શમીએ વિશ્વકપની 4 મેચમાં 14 વિકેટ ઝડપીને પોતાને સાબિત કર્યો હતો કે તે શાનદાર ફોર્મમાં છે. શમીએ વિશ્વકપમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ હેટ્રિક ઝડપી હતી. તેણે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પણ શાનદાર બોલિંગ કરી હતી. શાઈ હોપ શમીના બોલ પર સ્ટ્રેટ ડ્રાઇવ મારવા ઈચ્છતો હતો પરંતુ બોલર અંદરની તરફ સ્વીંગ કરે છે અને તે બોલ્ડ થઈ જાય છે. આ નજારો વિશ્વકપમાં તમે ગમે એટલી વાર જોવો ઓછો છે. 



સ્ટાર્ક વિરુદ્ધ બેન સ્ટોક્સ 
જ્યારે વાત યોર્કર અને સ્વિંગ બોલિંગની આવે તો સ્ટાર્કને કેમ ભૂલી શકાય. તેણે ટૂર્નામેન્ટમાં 10 મેચમાં સૌથી વધુ 27 વિકેટ પોતાના નામે કરી હતી. જેમાં તેણે બેન સ્ટોક્સને ફેંકેલો યોર્કર બોલે તો ફેન્સના દિલમાં જગ્યા બનાવી લીધી છે. 



મેચમાં ઈંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં પહોંચી રહ્યું હતું ત્યારે સ્ટાર્કે બેન સ્ટોક્સને રિવર્સ સ્વિંગની સાથે એવો યોર્કર ફેંક્યો કે, સેટ બેટ્સમેન સ્ટોક્સ બોલ્ડ થયો હતો. આ ક્રિકેટ વિશ્વકપ 2019નો બોલ ઓફ ધ ટૂર્નામેન્ટ હતો.