Unique Cricket Records: ક્રિકેટમાં એક એવી રમત છે જે અનિશ્ચિતતાઓથી ભરેલી છે પરંતુ આમ છતાં રોમાંચક ખેલ છે. ક્રિકેટમાં ગમે તે પળે ગમે તે થઈ શકે છે જે તમારા હોશ ઉડાવી શકે. ટી20 ક્રિકેટમાં કોઈ પણ બેટ્સમેન સદી ફટકારે તે તો આપણે જોયું છે. બેવડી સદી પણ અકલ્પનીય લાગી શકે પરંતુ શું ક્યારેય તમે વિચાર્યું છે કે કોઈ બેટ્સમેન ત્રેવડી સદી પણ ફટકારી શકે? સાંભળવામાં તમને આ વાત મજાક લાગે પરંતુ તમે જાણીને દંગ રહી જશો કે 20-20 ઓવર્સના ફોર્મેટમાં આ અશક્ય લાગતો રેકોર્ડ પણ બની ચૂક્યો છે. ભારતના એક બેટ્સમેને ક્રિકેટના મેદાન પર એવી જોરદાર તબાહી મચાવી અને ટી20 ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટી20 ક્રિકેટમાં ભારતના આ ખૂંખાર બેટ્સમેને ફટકારી છે ત્રેવડી સદી
ભારતના આ બેટર મોહિત અહલાવતે દિલ્હીમાં 7 ફેબ્રુઆરી 2017ના રોજ ટી20 ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારી હતી. વિકેટકિપર બેટર મોહિત અહલાવતે 39 છગ્ગા અને 14 ચોગ્ગા ફટકારીને એવી ભીષણ તબાહી મચાવી કે વિરોધી ટીમના બોલરો દયાની ભીખ માંગતા જોવા મળ્યા હતા. વાત જાણે એમ છે કે 7 ફેબ્રુઆરી 2017ના રોજ માવી ઈલેવન અને ફ્રેન્ડ્સ ઈલેવન વચ્ચે દિલ્હીમાં એક લોકલ ક્રિકેટ ટુર્નામેન્ટની મેચ રમાઈ હતી. દિલ્હીના બેટર મોહિત અહલાવતે આ મેચમાં માવી ઇલેવન તરફથી રમતા ફ્રેન્ડ્સ ઈલેવન વિરુદ્ધ 72 બોલમાં 300 રન ઠોકી દીધા હતા. મોહિત અહલાવત દિલ્હી તરફથી રણજી મેચ પણ રમી ચૂક્યો છે. તેને ઋષભ પંત પહેલા દિલ્હી માટે રણજી રમવાની તક મળી હતી. 


બેટરે મચાવી તબાહી
મોહિત અહલાવતે આ મેચમાં ફ્રેન્ડ્સ ઈલેવનના બોલરોની ધૂળ કાઢી નાખતા 39 છગ્ગા અને 14 ચોગ્ગા ફટકારી દીધા. મોહિત અહલાવતનું આ રૌદ્ર સ્વરૂપ જોતા ફ્રેન્ડ્સ ઈલેવનના બોલર મોઢું છૂપાવતા જોવા મળ્યા. 21 વર્ષની ઉંમરમાં જ મોહિત અહલાવતે ટી20 ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. મજાની વાત એ હતી કે મોહિત અહલાવતે આ મેચમાં 234 રન તો ખાલી છગ્ગા ફટકારીને  બનાવ્યા હતા. જ્યારે અન્ય 56 રન તેણે ચોગ્ગા ફટકારી કર્યા હતા. મોહિત અહલાવત આ મેચમાં માવી ઈલેવન તરફથી ઓપનિંગ કરવા ઉતર્યો હતો. મોહિત અહલાવતની આ ઈનિંગના દમ પર માવી ઈલેવને 20 ઓવરમાં 416 રનનો વિશાળ સ્કોર ખડો કર્યો હતો. ફ્રેન્ડ્સ ઈલેવને આ મેચમાં 216 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. 


ગુમનામીમાં ખોવાઈ ગયો
દિલ્હીનો આ શાનદાર બેટર મોહિત અહલાવત હવે ગુમનામીના અંધારામાં ખોવાઈ ગયો છે. મોહિતના પિતા પવન અહલાવત પણ ક્રિકેટ રમી ચૂક્યા છે. પરંતુ આર્થિક તંગીના કારણે તેમણે ક્રિકેટ છોડીને ટેમ્પો ચલાવવો પડ્યો. મોહિત લાલ બહાદુર શાસ્ત્રી ક્રિકેટ એકેડેમીથી છે જ્યાં ગૌતમ ગંભીર અને અમિત મિશ્રા જેવા દિગ્ગજ ક્રિકેટરોએ પણ ટ્રેનિંગ લીધી હતી. મોહિતની ઉંમર હવે 28 વર્ષથી વધુ થઈ ગઈ છે. મોહિત દિલ્હી અને સર્વિસિઝ માટે ઘરેલુ ક્રિકેટ રમે છે. મોહિત 11 ફર્સ્ટ ક્લાસ મેચમાં 236 રન ક્યા છે. જેમાં 2 અડધી સદી સામેલ છે. 24 List-A મેચોમાં મોહિતે 554 રન કર્યા છે. મોહિતે List-Aમાં 2 અડધી સદી ફટકારી છે. મોહિત અહલાવતે ઘરેલુ ક્રિકેટમાં પોતાની છેલ્લી મેચ 3 ડિસેમ્બર 2023ના રોજ રમી હતી. જે વિજય હજારે ટ્રોફીની ઝારખંડ વિરુદ્ધ હતી. મોહિત અહલાવત આ મેચમાં 24 રન કરીને આઉટ થઈ ગયો હતો.