Women's Cricket: ભારત દેશમાં ક્રિકેટની રમત એક ઝૂનૂન એક મજહબ બની ગઈ છે. ત્યારે મેન્સ ક્રિકેટ બાદ હવે વુમન્સ ક્રિકેટને પ્રમોટ કરવાનો પણ સરકારે નિર્ણય લીધો છે. હવે દેશમાં મહિલા ક્રિકેટ અને મહિલા ક્રિકેટરોનું ભાવિ ઉજવળ છે. જેમ મેન્સ ક્રિકેટમાં ક્રિકેટરો સ્ટાર્સ બનીને મોંઘાદાટ ગાડી, બંગલા ખરીદી શકે તેટલી કમાણી કરે છે. એ જ રીતે હવે મહિલા ક્રિકેટનો પણ જમાનો આવશે. કારણકે, હાલમાં જ મળેલી ગુજરાત ક્રિકેટ એસોશિએશન એટલેકે, (GCA)ની વાર્ષિક બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સહિત ભારતભરમાં અને દુનિયાભરમાં હવે મહિલા ક્રિકેટનું ભાવિ ઉજ્જળ છે. ગુજરાતની મહિલા ક્રિકેટરોને મળશે પેન્શન, કોચના વધ્યા પગાર. ઉલ્લેખનીય છેકે, આઈપીએલ શરૂ થયા બાદ હવે ખેલાડીઓ કરોડો રૂપિયા કમાણી કરી રહ્યાં છે. હાલમાં ભારતની ટીમમાં પણ ગુજરાતનો દબદબો છે. ગુજરાતમાં ક્રિકેટના વિકાસ માટે સતત પ્રયાસો થઈ રહ્યાં છે ત્યારે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) એ રાજ્યની મહિલા ક્રિકેટરો માટે પેન્શન સ્કીમ લાવવાનો નિર્ણય કર્યો છે. આ અંગેનો નિર્ણય સોમવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ક્રિકેટ સંસ્થાની 87મી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં લેવામાં આવ્યો હતો.


એજીએમએ પુરૂષ ક્રિકેટરોના પેન્શનમાં 25 ટકાનો વધારો કરવાનો પણ નિર્ણય લીધો હતો. આ સિવાયના નિર્ણયોમાં, એજીએમએ મેચ સબસિડીમાં વધારા ઉપરાંત GCA તરફથી વિવિધ જિલ્લા ક્રિકેટ એસોસિએશનો દ્વારા મેળવેલી ગ્રાઉન્ડ મેન્ટેનન્સ સબસિડી, ગ્રાઉન્ડ ઇક્વિપમેન્ટ સબસિડી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સબસિડીમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો. આમ ગુજરાતમાં ક્રિકેટરો માટે નવા દરવાજા ખૂલ્યા છે. સરકાર ગુજરાતમાં 2036માં ઓલિમ્પિકની તૈયારીઓ કરી રહી છે. ગઈકાલે ગાંધીનગર લોકસભા માટે અમિત શાહે એક ટુર્નામેન્ટનો આરંભ કરાવ્યો હતો. જેમાં હાર્દિક પંડ્યા પણ હાજર રહ્યો હતો. 


ગુજરાત ક્રિકેટ એસોસિએશનની મળેલી બેઠકમાં જિલ્લા ક્રિકેટ સંસ્થાઓ દ્વારા સંચાલિત એકેડમીમાં કોચના પગારમાં પણ વધારો કરવામાં આવ્યો છે. GCA તેના હેઠળ 11 જિલ્લા ક્રિકેટ એસોસિએશન ધરાવે છે. આ બેઠકમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહ અને GCAના પ્રમુખ ધનરાજ નથવાણીએ હાજરી આપી હતી. આ નિર્ણયોને પગલે આગામી દિવસોમાં ગુજરાતમાંથી સારા ક્રિકેટરો આઈપીએલ અને દેશ માટે રમતા જોવા મળે તો નવાઈ નહીં.