માન્ચેસ્ટર : ક્રિકેટ વર્લ્ડ કપ 2019 (ICC Cricket World Cup 2019) અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યો છે. મંગળવારને આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાવા જઇ રહ્યો છે જેને પગલે ભારત અને વિશ્વમાં વસતા ક્રિકેટ રસિકો ગેલમાં આવ્યા છે. ભારતીય સમય મુજબ આજે બપોરે ત્રણ કલાકે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમિ ફાઇનલ જંગ ખેલાશે. ન્યૂઝીલેન્ડ ભૂતકાળનું પુનરાવર્તન કરવા ઇચ્છી રહ્યું છે તો ભારત નવો ઇતિહાસ બનાવવા મક્કમ છે. પરંતુ માન્ચેસ્ટરના હવામાન તરફ નજર નાંખીએ તો વરસાદ થવાની સંભાવનાને પગલે મેચને લઇને આશંકાઓ સેવાઇ રહી છે. જોકે જો વરસાદથી આજે મેચ ન રમાય તો બુધવારનો દિવસ રિઝર્વ રાખવામાં આવ્યો છે. જોકે આ દિવસે પણ મેચ ન રમાય તો ભારત માટે ઉજળા સંકેત છે અને ભારત ફાઇનલમાં સીધુ રમી શકે એમ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: મેચ પર વરસાદના વિધ્નની સંભાવના


પ્લેયર્સ અને ભારતીય ફેન્સ મેચને લઇને ભારે ઉત્સુક છે. હાર્દિક પંડ્યાએ તો એટલે સુધી કહી દીધું છે કે, તે ભારે ઉત્સુકતાથી મેચની રાહ જોઇ રહ્યો છે. એનો સમય જ પસાર નથી થતો. આ રોમાંચ વચ્ચે ઇન્દ્ર દેવતાના વિધ્નને લઇને સૌ કોઇ ચિંતિત છે. મંગળવારે મેચ દરમિયાન વરસાદ થવાની સંભાવના 50 ટકા જેટલી સેવાઇ રહી છે. જોકે જો આજે એક પણ બોલ ન નંખાય તો બુધવારે ફરીથી મેચ રમાઇ શકે છે. 


લેટેસ્ટ સ્પોર્ટ્સ ન્યૂઝ જાણો એક ક્લિક પર