નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા ટીમના પૂર્વ બેટ્મસમેન ડીન જોન્સે કહ્યું કે, પૂર્વ કેપ્ટન એમએસ ધોની વિશ્વ કપની બાકી મેચોમાં ભારત માટે નંબર-4 પર રમવા માટે સૌથી વધુ યોગ્ય ખેલાડી છે. જોન્સે કહ્યું કે, આ ક્રમ પર રમવા માટે વિજય શંકર ફિટ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોન્સે રવીન્દ્ર જાડેજાને પણ રમાડવા માટેની વાત કરી છે. જોન્સનો મત છે કે, તેવામાં જ્યારે ઈંગ્લેન્ડની પિચો હવે ધીમી થતી જાય છે, એક સ્પિનર તરીકે જાડેજા ભારત માટે ઉપયોગી સાબિત થશે. 


જોન્સે કહ્યું, ટીમ જ્યારે જીતી રહી હોય તો હું સામાન્ય રીતે તેની સાથે છેડછાડ ઈચ્છતો નથી, પરંતુ નંબર-4 પર રમવાને લઈને મારી કેટલિક ચિંતાઓ છે. મારૂ માનવું છે કે ધોની આ સ્થાન માટે રમવા માટે યોગ્ય છે અને સાથે ભારતે જાડેજાને પણ રમાડવો જોઈએ  કારણ કે ધીમી પિચ પર એક વધારાનો સ્પિનર ઓપ્શન ભારત માટે ઘણો ઉપયોગી સાબિત થશે. 


જોન્સની જેમ ભારતના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ પણ કહ્યું હતું કે નંબર-4 પર ધોનીએ રમવું જોઈએ કારણ કે આ વિકેટકીપર બેટ્સમેન માટે આ સ્થાન ખરેખર યોગ્ય છે. 

World Cup 2019: ખાસ ટેક્નોલોજીથી બની છે ભારતની નારંગી જર્સી, ખેલાડીઓને આ રીતે કરશે મદદ 


પરંતુ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ માને છે કે વિકેટકીપર બેટ્સમેન દિનેસ કાર્તિકને પણ અંતિમ ઇલેવનમાં સામેલ કરવો જોઈએ અને તેને નંબર-4 પર અજમાવવો જોઈએ.