નવી દિલ્હીઃ વિશ્વ કપની 41મી મેચમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને હરાવીને 27 વર્ષ બાદ સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. ચેસ્ટર લી સ્ટ્રીટના રિવરસાઇડ ગ્રાઉન્ડ પર રમાયેલી આ મેચમાં જોની બેયરસ્ટોની શાનદાર સદીની મદદથી ઈંગ્લેન્ડે કીવી ટીમને 199 રનથી પરાજય આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 305 ર બનાવ્યા હતા. વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડે શરૂઆતમાં જ મહત્વની 4 વિકેટ ગુમાવી દીધી અને 186 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ઈંગ્લેન્ડ હાલના વિશ્વ કપમાં સેમિફાઇનલમાં પહોંચનારી ત્રીજી ટીમ બની ગઈ છે. ઓસ્ટ્રેલિયા અને ભારત પહેલા જ સેમિફાઇનલમાં પહોંચી ચુક્યા છે. 



એરોન ફિન્ચની આગેવાની વાળી ઓસ્ટ્રેલિયન ટીમ પોતાના શાનદાર પ્રદર્શનની મદદથી સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ હતી. આઠ મેચોમાં 7 જીત અને એક હારની સાથે ટીમના 14 પોઈન્ટ છે અને તે ટેબલમાં પ્રથમ સ્થાને છે. હવે કાંગારૂ ટીમે આગામી મેચ આફ્રિકા વિરુદ્ધ 6 જુલાઈએ રમવાની છે. 


પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે વિરાટ કોહલીની ટીમ ઈન્ડિયા. જોરદાર પ્રદર્શન કરતા ટીમે આઠ મેચોમાંથી છમાં જીત મેળવી, એકમાં હાર અને એક મેચનું પરિણામ આવ્યું નથી. વિરાટ સેના હવે 13 પોઈન્ટ અને  +0.811ની શાનદાર નેટ રન રેટ સાથે બીજા સ્થાન પર છે. ભારતે પોતાની આગામી મેચ 6 જુલાઈએ શ્રીલંકા વિરુદ્ધ રમવાની છે. 


સૌથી વધુ રન
જોની બેયરસ્ટોએ ટૂર્નામેન્ટમાં ધીમી શરૂઆત કરી પરંતુ ભારત અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સદી ફટકારીને તેણે શાનદાર વાપસી કરી છે. આ પ્રદર્શનની સાથે બેયરસ્ટોએ ટૂર્નામેન્ટના ટોપ-10 બેટ્સમેનોમાં જગ્યા બનાવી લીધી છે. કેન વિલિયમસન, બેન સ્ટોક્સ અને જો રૂટ સતત શાનદાર બેટિંગની સાથે ટોપ-10 બેટ્સમેનોમાં છે. 
[[{"fid":"223004","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


સૌથી વધુ વિકેટ
ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર સૌથી વધુ વિકેટ ઝડપવાના મામલામાં બીજો સૌથી સફળ બોલર બની ગયો છે. માર્ક વુડે પણ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બે વિકેટ ઝડપનાવી સાથે ટોપ-5 બોલરોમાં સામેલ થઈ ગયો છે. તો કીવી ટીમનો લેફ્ટ-આર્મ પેસર ટ્રેન્ટ બોલ્ટ 8 મેચોમાં 15 વિકેટ સાથે છઠ્ઠા સ્થાન પર છે. તો ઓસ્ટ્રેલિયાનો મિશેલ સ્ટાર્ક 24 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરોમાં પ્રથમ સ્થાને છે. 
[[{"fid":"223005","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]