World Cup 2023 India vs Pakistan: અત્યાર સુધી, ભારત અને પાકિસ્તાન ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં સાત વખત ટકરાયા છે. દરેક વખતે ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવ્યું છે. કાશીના જ્યોતિષી પંડિતે કહ્યું છે કે,  ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, બેટ્સમેન વિરાજ કોહલી, શ્રેયસ અય્યર અને મોહમ્મદ સિરાજ પાકિસ્તાન માટે કાળ બની જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં દુનિયાભરની 10 ટીમો ધમાલ મચાવી રહી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ પણ ધમાકેદાર શરૂઆત કરી છે. ઓસ્ટ્રેલિયા બાદ ક્રિકેટના મેદાનમાં અફઘાનિસ્તાનને હરાવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયાનો મુકાબલો પાકિસ્તાન સામે છે. રોહિત શર્માની ટીમ પાકિસ્તાન સામે 14 ઓક્ટોબરે અમદાવાદમાં મેચ રમશે. આ વર્લ્ડ કપની સૌથી રોમાંચક મેચ માનવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે ક્રિકેટના મેદાનમાં ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર માટે લોકો ખૂબ જ દિવાના છે. કાશીના જ્યોતિષના જણાવ્યા અનુસાર આ મેચમાં ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ પાકિસ્તાનના છક્કા છોડાવી દેશે.


જ્યોતિષે કહ્યું કે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા સિવાય વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને મોહમ્મદ સિરાજ પાકિસ્તાન માટે ખતરો બનશે. માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ કપ દરમિયાન આ ખેલાડીઓનું પ્રદર્શન વધુ સારું રહેશે.


વિરાટ-રોહિત ચટાવશે ધૂળ-
વિરાટ કોહલીની રાશિ વૃષભ અને રોહિણી નક્ષત્ર છે. આ સિવાય શનિની સ્થિતિ પણ ઘણી સારી છે અને તે પોતાની રાશિમાં મૂળ ત્રિકોણમાં છે. આવી સ્થિતિમાં તેના બેટનો જાદુ વર્લ્ડ કપમાં જોવા મળશે. સાથે જ કહ્યું કે વિરાટનું પ્રદર્શન પહેલા પણ સારું હતું અને તે ભવિષ્યમાં પણ ચમકશે. આ સિવાય કેપ્ટન રોહિત શર્મા પણ સ્વાતિ નક્ષત્ર અને શનિના કારણે મેદાનમાં પોતાના વિરોધીઓને હરાવી દેશે.


મોહમ્મદ સિરાજ કરશે ચિત્ત-
જ્યોતિષે ભવિષ્યવાણી કરતાં કહ્યું કે શ્રેયસ અય્યરની રાશિ કુંભ છે અને શનિ મૂળ ત્રિકોણમાં છે. તેથી તેમનું પ્રદર્શન પણ શાનદાર રહેશે. આ સાથે જ ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ કહેર વરસાવશે. તેના બોલના તોફાનમાં ઘણા ખેલાડીઓ ફસાઈ જશે. આ ખેલાડીઓ વર્લ્ડ કપ 2023માં ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મદદ કરશે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન ODI વર્લ્ડ કપમાં સાત વખત ટકરાયા છે. દર વખતે ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવ્યું છે. 


(Disclaimer-આ સમાચાર ધાર્મિક માન્યતાઓ અને જ્યોતિષ પર આધારિત છે. Zee24 kalak તેની સત્યતાની પુષ્ટિ કરતું નથી.)