નવી દિલ્હીઃ અફગાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાનથી આ દિવસોમાં કોણ ગભરાતું નથી. વિશ્વનો કોઈપણ બેટ્સમેન હોય તે રાશિદ ખાનની સ્પિન જાળમાંથી બચીને નીકળવામાં ભલાઈ સમજે છે. આ તેની સ્પિનનો જલવો છે, જેના કારણે તે વનડે ક્રિકેટ રેન્કિંગમાં નંબર-2 અને ટી20 રેન્કિંગમાં નંબર-1 પર છે. એટલું જ નહીં આ ખેલાડીને તક મળે ત્યારે બેટથી રન પણ બનાવે છે. તેના કારણે આઈસીસી ઓલરાઉન્ડર રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ રાશિદ ખાનની ફિરકીથી માત્ર બેટ્સમેનો જ નહીં પરંતુ તેની ગર્લફ્રેન્ડ કે પત્નીઓ પર ગભરાય છે. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર બેન કટિંગની ગર્લફ્રેન્ડનું ટ્વીટ જુઓ, તો તેમ લાગે કે રાશિદ ખાનની સામે પોતાના બોયફ્રેન્ડની બેટિંગને લઈને ચિંતિત છે. 



હાલમાં આઈસીસી દ્વારા જારી રેન્કિંગમાં જ્યારે રાશિદ ખાનનો જલવો સામે આવ્યો, તો રાશિદ ખાને પણ ખુશી વ્યક્ત કરી હતી. 30 સપ્ટેમ્બરે પોસ્ટ કરેલી ટ્વીટમાં આ સ્ટાર ખેલાડીએ લખ્યું, આજ મારૂ સૌભાગ્ય છે અને હું ખુબ ખુશ છું કે હું આઈસીસ ઓલરાઉન્ડર નંબર-1, વનડે બોલર નંબર-2 અને ટી20માં નંબર વનના સ્થાને છું. મોટી સિદ્ધિઓ ખાસ કરીને મોટી આશા અને આકાંક્ષાઓ લઈને આવે છે. તમારા બધાને પ્રાર્થનાઓ માટે ધ્નયવાદ. 


[[{"fid":"184760","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


તેના પર બેન કટિંગની ગર્લફ્રેન્ડ એરિન હોલેન્ડે રાશિદને ટ્વીટ કરીને શુભેચ્છા આપી અને મજાકભર્યા અંદાજમાં પોતાના બોયફ્રેન્ડને આઉટ ન કરવાની અપીલ પણ કરી દીધી હતી. એરિને લખ્યું, તમારા માટે ખુબ ખુશ છું રાશિદ. પરંતુ મારા માટે પ્લીઝ બેન કટિંગનું ધ્યાન રાખજે અને તેને વધુ વખત આઉટ ન કરતો... પ્લીઝ. મહત્વનું છે કે બેન કટિંગ અને રાશિદનો આમનો-સામનો અફગાનિસ્તાન પ્રીમિયર લીગમાં થશે. ટ્વીટર પર હોલેન્ડના આ મજાકભર્યા ટ્વીટને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. એરિન ઓસ્ટ્રેલિયાની પૂર્વ મિસ વર્લ્ડ ઓસ્ટ્રેલિયા છે. તે સિંગર, ડાન્સર અને ટીવી એન્કર પણ છે. તે આઈપીએલમાં પણ એન્કરિંગ કરી ચુકી છે.