Engineer Suffers Heart Attack: ક્રિકેટના મેદાનથી એક ખુબ જ ખરાબ સમાચાર આવી રહ્યા છે. ચાલુ મેચે મેદાન પર જ એક બેટરને હાર્ટ એટેક આવવાથી મોત નિપજ્યું છે. દેશમાં હાર્ટ એટેકના કેસ સતત વધી રહ્યા છે જેણે દરેકને ચિંતિત કરી નાખ્યા છે. અવારનવાર યુવાઓમાં વધતા હાર્ટએટેકના કેસના સમાચાર આવી રહ્યા છે. આવો જ એક મામલો નોઈડાથી સામે આવ્યો છે. જ્યાં ક્રિકેટ મેચ રમતા એક યુવકને રન લેતી વખતે અચાનક હાર્ટએટેક આવી ગયો અને મોત થયું. આ ઘટના એક્સપ્રેસવે પોલીસમથક હદ વિસ્તારમાં આવેલા સેક્ટર 135ની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ શનિવારે કેટલાક લોકો સેક્ટર 135 પુસ્તામાં બનેલા સ્ટેડિયમની અંતર મેચ રમી રહ્યા હતા. આ દરમિયાન મૂળ ઉત્તરાખંડના 36 વર્ષના વિકાસ નેગી બેટિંગ કરવા માટે આવ્યા હતા. વિકાસ નેગી રમતી વખતે રન લેવા માટે દોડ્યા. આ દરમિયાન અચાનક હાંફતા હાંફતા પિચ પર જ પડી ગયા. વિકાસ નેગીને પડતા જોઈને બધા ત્યાં દોડી આવ્યા હતા. 



ડોક્ટરોએ મૃત જાહેર કર્યા
બેહોશીની હાલતમાં વિકાસ નેગીને નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો વીડિયો જોઈને આ પ્રકારે થઈ રહેલા મોત અંગે ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે. નોઈડા પોલીસે ઘટનાની માહિતી આપતા કહ્યું કે આ ઘટના શનિવારની છે. મૃતક મૂળ ઉત્તરાખંડનો હતો. વિકાસ નેગી હાલ દિલ્હીના રોહિણીમાં રહેતા હતા. ક્રિકેટ રમતી વખતે અચાનક હાર્ટએટેક આવવાથી વિકાસ નેગી પીચ પર પડી ગયા. વિકાસ નેગી નોઈડાની એક કંપનીમાં એન્જિનિયર ત રીકે કામ કરતા હતા. વિકાસ નેગીના પરિજનોને તત્કાળ સૂચના આપવામાં આવી.