Baby Before Marriage: હાર્દિક પંડ્યા ભારતીય ક્રિકેટ ટીમના એવા ખેલાડી છે જે લગ્ન પહેલા પિતા બન્યા છે. હાર્દિક અને નતાશા અગસ્ત્ય ના માતા પિતા છે. અગત્યનો જન્મ 30 જુલાઈ 2020 ના રોજ થયો હતો. હાર્દિક પંડ્યાની જેમ હવે વધુ એક ઇન્ટરનેશનલ ખેલાડી લગ્ન પહેલા પિતા બન્યો છે. આ ક્રિકેટરે પોતે જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાના ચાહકોની સાથે આ ખુશખબરી શેર કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આઉટ થયા પછી વિરાટની વિચિત્ર હરકતથી ચીડાયા ચાહકો, સોશિયલ મીડિયા પર કરી ધોલાઈ


ઓસ્ટ્રેલિયા સાથે ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો ધબડકો, ભારતના નામે વધુ એક શરમજનક રેકોર્ડ


WTC FINAL વચ્ચે ટીમ ઈન્ડિયાના એક ખેલાડીએ કરી લીધાં લગ્ન, સામે આવી તસવીરો


ઇંગ્લેન્ડનો સ્ટાર બેટ્સમેન જોની બેયરસ્ટો પિતા બન્યો છે. છેલ્લા ઘણા સમયથી ઈજાના કારણે તે ટીમમાંથી બહાર હતો પરંતુ હવે ટીમમાં પરત ફર્યો છે. વિકેટકીપર અને બેટ્સમેન જોનીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ફોટો શેર કરીને પોતાના પિતા બનવાની ખુશખબરી શેર કરી છે. 


જોઈએ જે ફોટો શેર કર્યો છે તે માટે પોતાના દીકરાને સ્ટોલરમાં રાખીને ફરવા નીકળેલો હોય તેમ જોવા મળે છે. ક્રિકેટ જગતની સૌથી મોટી સિરીઝ ગણાતી એશેઝ 2023 પહેલા જોની માટે આ મોટી ખુશખબરી છે. આ સીરીઝ 16 જુન થી શરૂ થવાની છે આ સિરીઝમાં જોની ઇંગ્લેન્ડની ટીમમાં ફરી એક વખત જોડાશે.