ભારતે શુક્રવારે મોડી રાત્રે દૂબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલ ફાઈનલ મેચમાં રોમાંચક મુકાબલમાં બાંગ્લાદેશને ત્રણ વિકેટથી હરાવીને એશિયા કપ 2018 પોતાના નામે કર્યો છે. બાંગ્લાદેશે પહેલા બેટિંગ પસંદ કરીને ભારતની સામે 223 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ભારતીય ટીમે સાત વિકેટ ગુમાવીને છેલ્લા બોલ પર લક્ષ્ય મેળવીને સાતમી વાર એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. રોમાંચકભર્યાં આ મેચમાં અનેક પળ રોમાંચક રહી હતી. આ મેચમાં બાંગ્લાદેશના લિટન દાસ ભલે મેન ઓફ ધ મેચની ટ્રોફી લઈ ગયા હોય, પરંતુ આ મેચના અસલી હીરો તો કેદાર જાધવ જ રહ્યાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયા પર પણ ફેન્સે કેદાર જાધરને આ મેચનો અસલી હીરો બતાવ્યો હતો. પગમાં ખેંચ અને હાથની આંગળીમાં ઈજા હોવા છતાં કેદાર જાધવે પોતાની બોલિંગ અને બેટિંગથી બધાનું દિલ જીતી લીધું હતું.



આ રોમાંચક મેચની 35મી ઓવરની છેલ્લી બોલ પર કેદાર જાધવને હૈમસ્ટ્રિંગ (પગમાં ખેંચ)ની તકલીફ થઈ હતી અને આ કારણે તે 167ના કુલ સ્કોર પર 38મી ઓવરમાં જ રિટાયર્ટ થઈ ગયો હતો અને 47.2 ઓવરમાં પરત ફર્યો હતો. ત્યાં સુધી જોકે રવિન્દ્ર જાડેજા (23) અને ભુવનેશ્વર કુમાર(21)એ સાતમી વિકેટ માટે 45 રનોની ભાગીદારી કરીને ભારતને લક્ષ્યની નજીક પહોંચાડ્યું હતું. પરંતુ ધોનીના આઉટ થતા જ ફેન્સ તથા અન્ય પ્લેયર્સના ચહેરા પર પરેશાની સ્પષ્ટ જોઈ શકાતી હતી.


લાગી રહ્યું હતું કે, રવિન્દ્ર જાડેજા અને ભુવનેશ્વર કુમારની જોડી ભારતને જીત અપાવશે, ત્યારે જ રુબેલના બોલથી જાડેજા આઉટ થયો હતો. તેના બાદ એક પગ લથડતા કેદાર જાધવે ક્રીઝ પર પગ મૂક્યો હતો. મુસ્તાફીઝુર રહેમાને બે રન બાદ ભુવનેશ્વરને પણ પેવેલિયન ભેગો કર્યો હતો. અહીંથી જાધવન અને કુલદીપ યાદવે એક-એક રન લઈને ટીમને જીત અપાવી હતી.



આ પહેલા, કુલદીપ અને જાધવે પોતાની સ્પીનથી બાંગ્લાદેશી મધ્ય ક્રમને ધ્વસ્ત કરીને તેના મોટા સ્કોરના સપનાનો તોડી દીધું હતુ. જાધવે મહત્ત્વના સમય પર ભારતને વિકેટ અપાવી હતી. કુલદીપે ત્રણ વિકેટ પોતાના નામે કર્યા હતા. બાંગ્લાદેશના ત્રણ બેટ્સમેને રન આઉટ થયા. જાધવે જ દાસ અને મેહંદી હસન મિરાજ (32)ની વચ્ચે પહેલા વિકેટ માટે થયેલી 120 રનની ભાગીદારીને 21મા ઓવરના પાંચમા બોલ પર તોડી પાડી હતી. તેમણે મિરાજને રાયડુના હાથે કેચ કરાવ્યો હતો. બેટિંગ દરમિયાન જ કેદાર જાધવ ઈજાગ્રસ્ત થયો હતો.


મેચની 34મી ઓવરમાં કેદારની આંગળમાં ઈજા થઈ હતી, તેથી તેણે પટ્ટી બાંધી લીધી હતી, પરંતુ અમ્પાયર કેદારની પટ્ટી ઉતારી લીધી હતી. જાધવે પણ અમ્પાયરની વાત માનીને પટ્ટી ઉતારી હતી અને બોલિંગ કરી હતી.  



ઉલ્લેખનીય છે કે, ભારતે આ પહેલા 1984, 1988, 1990-91, 1995, 2010 અને 2016માં એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. બાંગ્લાદેશ ત્રીજીવાર ફાઈનલમાં પહોંચીને ખિતાબથી દૂર રહ્યું હતું. 2016માં રમાયેલ ગત ટ્રોફીમાં પણ ભારતે બાંગ્લાદેશે મ્હાત આપીને ટ્રોફી જીતી હતી.