`ધ ક્રિકેટર` મેગેઝિને કોહલીને પસંદ કર્યો દાયકાનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર
છેલ્લા કેટલાક વર્ષોથી રમતના ત્રણેય ફોર્મેટમાં સમાન રૂપથી દબદબો બનાવી રાખનાર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પ્રખ્યાત મેગેઝિન `ધ ક્રિકેટર`એ છેલ્લા એક દાયકાનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર પસંદ કર્યો છે. મેગેઝિને છેલ્લા 10 વર્ષમાં શાનદાર પ્રદર્શન કરનાર ક્રિકેટરોની યાદી કરી છે.
નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક વર્ષોથી રમતના ત્રણેય ફોર્મેટમાં સમાન રૂપથી દબદબો બનાવી રાખનાર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને (Virat kohli) પ્રખ્યાત મેગેઝિન 'ધ ક્રિકેટર'એ છેલ્લા એક દાયકાનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર પસંદ કર્યો છે. મેગેઝિને છેલ્લા 10 વર્ષમાં શાનદાર પ્રદર્શન કરનાર ક્રિકેટરોની યાદી કરી છે, જેમાં પુરૂષ અને મહિલા બંન્ને ક્રિકેટર સામેલ છે.
ભારતમાથી કોહલી સિવાય આ યાદીમાં ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (14મા), વનડેમાં ત્રણ બેવડી સદી ફટકારનાર રોહિત (15મા), વિશ્વ વિજેતા કેપ્ટન એમએસ ધોની (35મા), ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (36મા) અને મહિલા ક્રિકેટ ટીમની દિગ્ગજ મિતાલી રાજ (40) સામેલ છે.
મેગેઝિને કોહલી વિશે લખ્યું છે, 'દાયકાના બેસ્ટ ખેલાડી માટે ભારતીય કેપ્ટનની સર્વસંમત્તિથી પસંદગી કરવામાં આવી છે. વિરાટ કોહલીએ આ દાયકામાં આંતરરાષ્ટ્રીય સ્તર પર કોઈપણ અન્ય ખેલાડીની તુલનામાં સર્વાધિક 20,960 રન બનાવ્યા.' સર્વાધિક રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં આફ્રિકાનો હાશિમ અમલા બીજા સ્થાન પર છે, પરંતુ તેણે કોહલીથી આશરે 5000 રન ઓછા બનાવ્યા છે.
AUS vs NZ: બોક્સિંગ ડે ટેસ્ટ માટે ન્યૂઝીલેન્ડની ટીમમાં બે ફેરફાર, બોલ્ટની વાપસી
સચિન તેંડુલકરે આ દાયકામાં 100 સદીનો ઈતિહાસ રચ્યો અને પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. તેમાં લખવામાં આવ્યું છે, 'તેંડુલકરે 2013મા જ્યારે 100 સદીના રેકોર્ડ સાથે સંન્યાસ લીધો તો કહેવામાં આવી રહ્યું હતું કે તેની કોઈ બરોબરી કરી શકશે નહીં, પરંતુ હવે કોહલી 70 સદીની સાથે બીજા સ્થાને રહેલા પોન્ટિંગ કરતા માત્ર એક સદી પાછળ છે.'
કોહલીએ પોતાની 70 સદીમાથી 69 સદી 2010થી 2019 વચ્ચે ફટકારી છે. તેણે અત્યાર સુધી કેપ્ટનના રૂપમાં કુલ 166 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, પરંતુ જવાબદારીની સાથે તેની બેટિંગમાં વધુ સુધાર આવ્યો કારણ કે આ મેચોમાં તેની એવરેજ 66.88ની છે.
દાયકાના ટોપ-10 ક્રિકેટરોની યાદીમાં સામેલ કોહલી બાદ જેમ્સ એન્ડરસન, ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર એલિસ પેરી, સ્ટીવ સ્મિથ, હાશિમ અમલા, કેન વિલિયમસન, એબી ડિવિલિયર્સ, કુમાર સાંગાકારા, ડેવિડ વોર્નર અને ડેલ સ્ટેનને રાખવામાં આવ્યા છે.
જસપ્રીત બુમરાહે રમવી હતી રણજી મેચ, ગાંગુલીએ પાડી ના
અશ્વિન ભારતીયોમાં બીજા સ્થાન પર છે. તે 2010થી લઈને 2019 સુધી સર્વાધિક વિકેટ ઝડપનાર બોલર રહ્યો છે. તેણે ટેસ્ટ મેચોમાં 362 અને નિર્ધારિત ઓવરોની રમતમાં 202 વિકેટ ઝડપી છે. રોહિતે ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં ત્રણેય ફોર્મેટમાં પોતાને સાબિત કર્યો છે.
વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube