Ravindra Jadeja Turns Movie Producer : ક્રિકેટની દુનિયામાં ગુજરાતી ક્રિકેટર રવિન્દ્ર જાડેજા બેતાજ બાદશાહ ગણાય છે. પીચ પર તેમનું પ્રદર્શન અદભૂત છે. ત્યારે હવે રવિન્દ્ર જાડેજા ફિલ્મોમાં નસીબ અજમાવવા પહોંચ્યા છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમા જોરદાર પ્રદર્શન કર્યા બાદ હવે રવિન્દ્ર જાડેજાએ જોરદાર જાહેરાત કરી છે. રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની રિવાબા જાડેજા ફિલ્મ પ્રોડ્યુસર બન્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલિવુડની નવી ફિલ્મમાં રવિન્દ્ર જાડેજા પ્રોડ્યુસર બન્યા છે. તાજેતરમા ‘પચ્ચત્તર કા છોરા’ ની જાહેરાત કરાઈ છે. જેમાં 63 વર્ષીય એક્ટ્રેસ નીના ગુપ્તા અભિનય કરશે. ત્યારે આ ફિલ્મમાં  રવિન્દ્ર જાડેજા અને તેમના પત્નિ જામનગરની ધારાસભ્ય રિવાબા જાડેજા બંને સાથે કો-પ્રોડ્યુસર બન્યા છે. આ ફિલ્મનુ પોસ્ટર સોશિયલ મીડિયા પર રવિન્દ્ર જાડેજા દ્વારા શેર કરવામાં આવ્યું છે. જોકે, દર્શકો પોતાના ફેવરિટ ક્રિકેટરને બોલિવુડના પડદે પણ જોવા માંગે છે. 


BIG BREAKING: ગુજરાતમાં વધુ એક પરીક્ષા મોકૂફ, GPSCની તૈયારી કરતાં ઉમેદવારો જાણી લે


નીના ગુપ્તા કરશે રણદીપ હુડ્ડા સાથે રોમાન્સ
હાલમાં જ ફિલ્મનુ શુટિંગ શરુ થયુ છે. જેની શરુઆત રાજસ્થાનમાં થનારી છે. ફિલ્મની કહાની પણ અજબ છે. નીના ગુપ્તા 17 વર્ષ નાના યુવક હુડ્ડા સાથે રોમાંસ કરતી નજર આવનારી છે. રવિન્દ્ર જાડેજાની આ ફિલ્મની લોન્ચ ડેટ સામે નથી આવી.  


[[{"fid":"430942","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"555.jpg","field_file_image_title_text[und][0][value]":"555.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"555.jpg","field_file_image_title_text[und][0][value]":"555.jpg"}},"link_text":false,"attributes":{"alt":"555.jpg","title":"555.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


ઉલ્લેખનીય છે કે, ક્રિકેટ બાદ જાડેજા પરિવાર રાજકારણમાં જોડાયો, જેમાં પણ રીવાબા જાડેજા સફળ રહ્યા હતા. પતિ રવિન્દ્ર જાડેજા ખુદ પત્નીને જીતાડવા માટે જામનગરની ગલીઓમાં નીકળ્યા હતા. ત્યારે હવે બોલિવુડમાં તેમનુ સ્વાગત છે. 


જાડેજાએ આશરે 6 મહિના બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર વાપસી કરી છે. જાડેજાએ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીમાં અત્યાર સુધીમાં 3 મેચ રમી છે અને તે પોતાના નામે 21 વિકેટ નોંધાવી છે. આ સિવાય તેણે બેટથી કેટલીક સારી ઇનિંગ્સ પણ રમી હતી. ભારતે આ શ્રેણીમાં નાગપુર અને દિલ્હી ટેસ્ટ મેચ જીતી હતી અને બંને મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ રવિન્દ્ર જાડેજાને મળ્યો હતો.


આ પણ વાંચો : 


વીમા કંપની સામે 12 વર્ષની દીકરી જંગ જીતી, વલસાડ કોર્ટે કર્યો 4.30 કરોડ ચૂકવવાનો આદેશ