Jamnagar News : ગુજરાતી ક્રિકેટર રવિન્દ્ર જાડેજા જ્યારે ક્રિકેટ મેદાનમાં ઉતરે છે ત્યારે ભલભલાના છક્કા છોડાવી દે છે. રિવેન્દ્ર જાડેજા હાલ ઈન્ડિયન ક્રિકેટ ટીમના સ્ટાર પ્લેયર છે. ત્યારે પતિ ક્રિકેટમાં સ્ટાર હોય તો પછી પત્ની ક્રિકેટમાં કેમ પાછળ રહી જાય...? રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા પણ ક્રિકેટ રમતા જોવા મળ્યા. જામનગરમાં એક ક્રિકેટ ગ્રાઉન્ડ પર રીવાબા જાડેજાએ બેટ ઉપાડ્યું હતું. રીવાબા બેટિંગ કરતા જોવા મળ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ બેટબોલ પર હાથ અજમાવ્યો હતો. જામનગર શહેર ભાજપ ધારાસભ્ય અને ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ એક ક્રિકેટ મેચમાં બેટિંગ કર્યું હતું. જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પીસીસી ગ્રુપ દ્વારા આયોજિત ફાઈનલ મેચ સેરેમનીમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેઓ બેટિંગ કરતા જોવા મળ્યા હતા. 


પતિ ક્રિકેટમાં સ્ટાર હોય તો પછી પત્ની ક્રિકેટમાં કેમ પાછળ રહી જાય...? આવામાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં બેટિંગ કરીને રીવાબા જાડેજાએ ક્રિકેટ રસિકોનો ઉત્સાહ વધાર્યો છે.