Rishabh Pant: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંતનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. ડોક્ટરના જણાવ્યા અનુસાર પંતની લિગામેન્ટની સર્જરી કરવામાં આવશે. આ વચ્ચે રિષભ પંત IPL 2023ની સિઝન નહીં રમી શકે. પરંતુ આઇપીએલ રમવા પર રિષભ પંતને દિલ્હી કેપિટલ 16 કરોડ રૂપિયા આપવાની હતી. જો કે, રિષભ પંત આ ટૂર્નામેન્ટ રમી શકે તેમ નથી તો શું પંતને આ સેલેરી મળશે..? તો તમને જણાવી દઇએ કે, હવે દિલ્હી કેપિટલને બદલે BCCI રિષભ પંતને 16 કરોડ રૂપિયા આપશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ


બજેટ પહેલાં મોદી સરકારે આપી મોટી ભેટ, આજથી જ આ લોકોએ નહીં ભરવો પડે ઈનકમ ટેક્સ


મોડી રાત્રે જાહ્નવી કપૂર સાથે કારમાં કોણ હતું? ફ્લેશ લાઈટ આવતાં જ ચહેરો છુપાવા લાગી


પંત અને આઈપીએલ અંગે જાણો મહત્ત્વની વાતઃ


  • દિલ્હી કેપટિલ રિષભ પંતને ફી નહીં આપે

  • નિયામોનુસાર BCCI આપશે IPLની ફી

  • BCCI પંતને આપશે 16 કરોડ રૂપિયા 

  • થોડા સમય પહેલા પંતનું થયું હતું એક્સિડન્ટ


BCCIના નિયમ અનુસાર સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ ભારતીય ખેલાડીઓને વિમો મળે છે. જો ખેલાડી આઇપીએલ પહેલા જ ઇજાગ્રસ્ત થાય અથવા તો એક્સિડન્ટ થાય તો BCCI તેમને પૂરા પૈસા આપે છે. આ નિયમ વર્ષ 2011માં લાગુ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત રિષભ પંતને 16 કરોડ રૂપિયા મળશે. આ પહેલા 2022માં દીપક ચહર આઇપીએલ પહેલા ઇજાગ્રસ્ત થયો હતો ત્યારે પણ BCCIએ તેમની 14 કરોડ રૂપિયા ફિ આપી દીધી હતી.


આ પણ ખાસ વાંચોઃ
રામલલાનું મંદિર, ગુજરાતના આ નેતાનો છે અહમ રોલ : કરો તૈયારી આવી ગઈ છે અભિષેકની તારીખ


ઈટાલિયાને બહાર તગેડીને AAP એ ઈસુદાનને કેમ બનાવ્યાં ગુજરાતના પ્રમુખ? જાણો અંદરની વાત


મોતના ઓથાર હેઠળ ભણતર! વિકાસની વાતો અને ભરોસોની સરકારના રાજમાં શું આ રીતે ભણશે ગુજરાત