Rishabh Pant : મુંબઈની ખાનગી હોસ્પિટલમાં થઈ રિષભ પંતની સર્જરી, રિકવરી વિશે ડોક્ટરોએ આપ્યા અપડેટ
Rishabh Pant knee surgery: ભારતીય ટીમના ફેન્સ માટે મોટી ખુશખબરી આવી છે. ક્રિકેટર રિષભ પંતના ઘૂંટણની સર્જરી મુબંઈની એક હોસ્પિટલમાં સફળતાપૂર્વક કરવામાં આવી છે. તે હાલ મેડિકલ ટીમની નજર હેઠળ છે અને તેથી તેની રિકવરી આવી રહી છે
Rishabh Pant knee surgery: ભારતના સુપરસ્ટાર વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતનું 30 ડિસેમ્બરના રોજ દિલ્હીથી રુરકી જતા અકસ્માત થયો હતો. જેનાથી તેમના માથા પર અને ઘૂંટણ પર ઈજા પહોંચી હતી. વધુ સારવાર માટે તેમને દહેરાદૂનથી મુંબઈ શિફ્ટ કરવામાં આવ્યા હતા. હવે પંતના ફેન્સ માટે મોટી ખુશખબરી સામે આવી છે.
પંતની થઈ સર્જરી
ભારતીય ટીમના ફેન્સ માટે મોટી ખુશખબરી સામે આવી છે. ક્રિકેટર રિષભ પંતની ઘૂંટણની સર્જરી ગઈકાલે મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં સફળતાપૂર્વક કરવામાં આવી છે. તે હાલ મેડિકલ ટીમની નજર હેઠળ છે અને તેજીથી રિકવર થઈ રહ્યાં છે. શુક્રવારે સવારે અંદાજે 10.30 કલાકે ડો.પાર્ડીવાલા અને તેમની ટીમે રિષભ પંતનું ઓપરેશન કર્યુ હતું, જે અંદાજે બે થી ત્રણ કલાક ચાલ્યુ હતું.
આ પણ વાંચો :
Viral Video: વીડિયો બનાવવા વાઘરૂપી ખતરા સાથે ખેલ્યા આ ભાઈ...પછી જુઓ શું થયું..
આ દેશમાં ફરવા માટે વિઝાની કોઈ જરૂર નથી: પાસપોર્ટ છે તો અહીં ફરી આવો, મજાના છે દેશ
આધાર કાર્ડ પરનો તમારો ફોટો નથી ગમતો? ફોટો બદલવાનો આ રહ્યો સૌથી સરળ રસ્તો
પંતનું થયુ હતું ભયાનક હોસ્પિટલ
પંત જ્યારે દિલ્હીથી તેના વતન રૂડકી જઈ રહ્યા હતા ત્યારે એક ભયાનક કાર અકસ્માતમાં બચી ગયો હતો પરંતુ નેશનલ હાઈવે 58 પર તેણે નિયંત્રણ ગુમાવ્યું હતું અને તેની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. પંતના કપાળ પર ઉઝરડા હતા, પીઠની ગંભીર ઇજાઓ તેમજ ઘૂંટણ અને પગની ઘૂંટીમાં ઇજાઓ હતી.
તેની મોટા ભાગની ઈજા સામાન્ય હતી અને ઘુંટણની ઈજા ચિંતાજનક છે. પરંતુ બીસીસીઆઈમાં એક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટેડ પ્લેયર હોવાને કારણે તેની ઈજાની સારવાર બોર્ડનો વિશેષાધિકાર છે. જો કે, એવું માનવામાં આવે છે કે કેન્દ્રીય કરાર ધરાવતા ક્રિકેટરને રમત-ગમત સંબંધિત કોઈપણ ઈજાની સારવાર બીસીસીઆઈ દ્વારા નિયુક્ત ડોકટરો દ્વારા કરવામાં આવશે અને પુનઃવસન નેશનલ ક્રિકેટ એકેડમીમાં સ્પોર્ટ્સ એન્ડ મેડિકલ સાયન્સ ટીમની દેખરેખ હેઠળ થશે, જેનું નેતૃત્વ ડો. નીતિન પટેલ કરે છે પંત હવે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમી શકશે નહીં.
આ પણ વાંચો : 2023: બાબા વેંગાની 5 મોટી ડરામણી ભવિષ્યવાણીઓ, ઢોલ નગારા સાથે આવી રહી છે નવી મુસીબતો