ઉર્વશી રૌતેલા કરતા પણ બલાની સુંદર છે રિષભ પંતની નવી ગર્લફ્રેન્ડ

Rishabh Pant Girl Friend : ઉર્વશી રૌતેલા બાદ બવે રિષભ પંતના જીવનમાં નવી ગર્લફ્રેન્ડ આવી છે, જે હાલ આઈપીએલની મેચમાં તેને ચિયર અપ કરતી જોવા મળે છે
IPL 2024 : હાલ આઈપીએલ ચાલી રહી છે. આ વચ્ચે મંગળવારે એક અનોખો નજારો જોવા મળ્યો હતો. દિલ્હી કેપિટલ્સે મંગળવારે રાજસ્થાન રોયલ્સને માત આપીને સીઝનમાં જીત હાંસિલ કરી ટીમને ગત મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતું હવે ટીમ જીતના ટ્રેક પર પહોંચી ગઈ છે. ત્યારે મંગળવારે રિષભ પંચને સ્ટેડિયમમાં ચિયર અપ કરવા માટે એક ખાસ મહેમાન સ્ટેડિયમમાં આવી પહોંચી હતી. ખાસ મહેમાન રિષભ પંતની નવી ગર્લફ્રેન્ડ ઈશા નેગી હતી.
મેચ જોવા પહોંચી ઈશા નેગી
ઈશા નેગી મંગળવારે મેચ જોવા માટે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં હાજર રહી હતી. તે કેમેરામાં તો ક્યાંય નજર ન આવી, પરંતું ઈશાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કરીને પોતાની હાજરીના પુરાવા આપ્યા હતા. ઈશાએ દિલ્હીની જીત બાદ મેચનો વીડિયો શેર કર્યો હતો. વીડિયો સ્ટેડિયમનો હતો, જેમાં ખેલાડીઓ જીત બાદ એકબીજાને મળી રહ્યા હતા.
હવે અમદાવાદ એરપોર્ટથી સીધા વડોદરા જવાની AC વોલ્વો બસ મળશે, શરૂ થઈ નવી બસ સર્વિસ
આજની સૌથી મોટી ખબર : આ તારીખે ગુજરાતમાં જાહેર થશે ધોરણ-10નું પરિણામ
ઈશા દિલ્હીની જીતથી બહુ જ ખુશ થઈ હતી. તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, જીત, આપણે જીતી ગયા. ઈશા રિષભ પંતની દિલ્હીની કેપ્શનશિપવાળી રિષભ પંતની ટીમને પોતાની ગણે છે. ઈશા બહુ જ ઓછી સ્ટેડિયમમા નજર આવે છે. જોકે, તે જ્યારે પણ આવે છે ત્યારે રિષભની ટીમ ફોર્મમાં આવી જાય છે.
ઉર્વશી રૌતેલા બાદ નવી ગર્લફ્રેન્ડ
ઈશા અને રિષભ પંત લાંબા સમયથી સાથે છે. પંતે થોડા સમય પહેલા ઈશાની તસવીર શેર કરીને તેને સાર્વજનિક રીતે પોતાની ગર્લફ્રેન્ડ જાહેર કરી હતી. તેના બાદ ઈશા અનેકવાર સ્ટેડિયમમાં રિષભને ચિયર અપ કરતી નજર આવી ચૂકી છે. જોકે, સ્ટેડિયમમાં બંનેની સાથે કોઈ તસવીર જોવા મળી નથી. બંનેએ પોતાના સંબંધોને સોશિયલ મીડિયા કરતા દૂર રાખ્યા છે. પંતની નવી ગર્લફ્રેન્ડ ઈશા નેગી ઉત્તરાખંડની રહેવાસી છે.
તે ઈન્ટીરિયર ડિઝાઈનર છે. ઈશા પોતાની કંપની ચલાવે છે. તેણે નોઈડા સ્થિત એમિટી યુનિવર્સિટીથી અભ્યાસ કર્યો છે. તે પોતાનો મોટાભાગનો સમય લંડનમાં વિતાવે છે.
આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેક