ગુવાહાટીઃ સોમવારે ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં ટોસ માટે ઉતરરા સ્મૃતિ મંધાનાએ મોટી સિદ્ધિ હાસિલ કરી લીધી છે. મહિલા કે પુરૂષ, તે ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી નાની ઉંમરની ભારતીય કેપ્ટન બની ગઈ છે. મંધાનાએ 22 વર્ષ 229 દિવસની ઉંમરમાં ટી20 આંતરરાષ્ટ્રીયમાં ટીમ ઈન્ડિયાનું સુકાન સંભાળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી નાની ઉંમરના પુરૂષ કેપ્ટનની વાત કરીએ તો સુરેશ રૈનાએ 23 વર્ષ 197 દિવસની ઉંમરમાં ટી-20 આંતરરાષ્ટ્રીયમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન (2010) બન્યો હતો. જ્યારે મહિલાઓમાં હરમનપ્રીત કૌરે 23 વર્ષ 237 દિવસની ઉંમરમાં ટી-20 આંતરરાષ્ટ્રીયમાં ભારતીય ટીમની કમાન સંભાળી હતી. 


શ્રીલંકા ક્રિકેટને મળશે 1.15 કરોડ ડોલરની રકમ, ICCએ કરી જાહેરાત 

ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતીય ટીમનું સુકાન મળ્યું છે. નિયમિત કેપ્ટન હરમનપ્રીત કૌર બહાર થવાને કારણે તેને તક મળી છે. હરમનપ્રીતને પગની ઘૂંટીની ઈજાને કારણે તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ વનડે મેચોની સિરીઝમાં પણ બહાર રહી હતી. 


આ સિરીઝ ભારતને આગામી વર્ષે યોજાનારા ટી-20 વિશ્વકપ પહેલા ટીમના મુખ્ય ખેલાડીઓને તપાસવાની તક હશે. આઈસીસી મહિલા ટી20 વિશ્વકપનું આયોજન ઓસ્ટ્રેલિયામાં આગામી વર્ષે 21 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી કરવામાં આવશે.