નવી દિલ્હી: રિયલ મેન્ડ્રિડ સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ શુક્રવારે (15 જૂન)ના રોજ બે વર્ષની સસ્પેન્ડેડ જેલની સજા અને 18.8 મિલિયન યૂરો (લગભગ 150 કરોડ રૂપિયા)ના દંડનો સ્વીકાર કરી લીધો છે. ફૂટબોલ સ્ટાર રોનાલ્ડોને ટેક્સ ચોરી મામલે આ સજા થઈ છે. સ્પેનિશ ન્યૂઝપેપરના અહેવાલ મુજબ રોનાલ્ડો પર સ્પેનિશ સરકાર સાથે ટેક્સ નહીં ભરવા અને ફ્રોડનો આરોપ હતો. પોર્ટુગલનો કેપ્ટન રોનાલ્ડો હાલ ફિફા વર્લ્ડ કપ 2018 માટે રશિયામાં છે. જેવો સ્પેનિશ કાયદો આદેશ આપશે કે રોનાલ્ડોએ 2 વર્ષ માટે જેલમાં જવું પડી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે એવું માનવામાં આવી રહ્યું છે કે આ ખેલાડીને જેલ નહીં થાય કારણ કે સ્પેનના કાયદા મુજબ પહેલીવાર બે વર્ષ કે તેનાથી ઓછી સજા પામનારી વ્યક્તિ પ્રોબેશન (તપાસના દાયરામાં)માં પણ સજા કાપી શકે છે. અત્રે જણાવવાનું કે આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનલ મેસી અને તેના પિતા પણ 4.7 મિલિયન યૂરોના ફ્રોડમાં દોષિત ઠર્યા હતાં.


લિયોનલ મેસી ટેક્સ ચોરીના મામલે દોષિત ઠર્યા બાદ તેને 21 માસની જેલની સજા થઈ હતી. જો કે ત્યારબાદ કોર્ટે મેસીની જેલની સજાને બદલે 2 કરોડ રૂપિયા ચૂકવણી કરવાનું ફરમાન જારી કર્યું હતું. આ રૂપિયા તેણે ઈમેજ રાઈટ્સ હેઠળ કમાયા હતાં. માર્સેલો, રિકાર્ડો કાર્વેલો, એન્જેલ ડી મારિયા, એલેક્સિસ સાંચેજ, ઝેવિયર મેસકાર્નો, રેડામેલ ફાલકાઓ અને ફાબિયો કોએન્ટ્રાઓ એવા ખેલાડી છે જેમની સ્પેનિશ ટેક્સ ઓથોરિટી તપાસ કરી રહી છે.


 આ સાથે જ રિયલ મેન્ડ્રિડના પૂર્વ કોચ જોસ મોર્નિઓ પણ તપાસના દાયરામાં છે. દરેક વર્ષે રોનાલ્ડોનું નામ માન્ચેસ્ટર યૂનાઈટેડ સાથે જોડાય છે. રિયલ મેન્ડ્રિડના લીવરપૂલથી 3-1થી હાર્યા બાદથી આ વાતની અફવાઓ જોરમાં છે કે રોનાલ્ડો રિયલ મેન્ડ્રિડ છોડી રહ્યો છે. લીવરપૂલને હરાવીને જ રિયલ મેન્ડ્રિડે ચેમ્પિયન્સ લીગ ટ્રોફી જીતી હતી.


ટેલિવિઝન નેટવર્ક બીઈને સાથે વાતચીતમાં આ પોર્ટુગલ ખેલાડીએ કહ્યું હતું કે આગામી દિવસોમાં હું મારા ફેન્સને જણાવીશ કે હું કઈ ક્લબ વતી રમીશ. તેણે કહ્યું હતું કે રિયલ મેન્ડ્રિડ સાથે ખુબ સારો સમય રહ્યો છે. 33 વર્ષના રોનાલ્ડોએ કોઈ પણ ક્લબ સાથે નવો કરાર કર્યો નથી. પરંતુ તે કહે છે કે તેમની તકલીફ પૈસા સંબંધિત નથી.