Cristiano Ronaldo: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નામે વધુ એક રેકોર્ડ નોંધાઈ શકે છે. જો તે ગુરુવારે પોર્ટુગલ માટે રમે છે, તો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 197 મેચો રમનાર ખેલાડી બની જશે, જે વિશ્વની કોઈપણ રાષ્ટ્રીય ટીમના ઇતિહાસમાં સૌથી વધુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોર્ટુગીઝ કેપ્ટને ગયા વિશ્વ કપ દરમિયાન પોતાના દેશ માટે 196 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જો રોબર્ટો માર્ટિનેઝ તેને મેદાનમાં ઉતારશે, તો રોનાલ્ડો તેની 197મી આંતરરાષ્ટ્રીય મેચ લિક્ટેંસ્ટાઇન સામે રમશે. સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચો રમનારા ખેલાડી વિશે વાત કરીએ તો, ટોપ ટેનની યાદીમાં અલ મુતવા (196), સોહ ચિન એન (મલેશિયા 195), સર્જિયો રામોસ (સ્પેન 180) અને ગીગી બુફોન (ઇટાલી, 176)નો સમાવેશ થાય છે.



રોનાલ્ડોની છેલ્લી ગેમ 10 ડિસેમ્બર, 2022ના રોજ કતારમાં હતી. તે સંભવતઃ 200 મેચોથી આગળ વધી શકે છે કારણ કે તેનું લક્ષ્ય જર્મનીમાં યુરો 2024 સુધી પહોંચવાનું છે. રોનાલ્ડો હવે અલ નસ્ર તરફથી રમે છે.


અલ નસરે શનિવારે સાઉદી પ્રો લીગમાં આભા ક્લબને 2-1થી હરાવ્યું હતું. અલ નાસરની જીતમાં રોનાલ્ડોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. 78મી મિનિટે અલ નસરને 35 યાર્ડથી ફ્રી-કિક મળી હતી. તેને લેવા માટે રોનાલ્ડો પહોંચ્યો અને તેણે વિપક્ષી ટીમના તમામ ખેલાડીઓને ચકમો આપીને બેસ્ટ ગોલ કર્યો હતો.


આ પણ વાંચો
પોલીસમાં નોકરી મેળવવા માંગતી યુવતીઓ માટે પરીક્ષાથી લઈ ભરતી સુધીની A to Z જાણકારી
માં દુર્ગાના શૃંગાર માટે જરૂરી છે 7 વસ્તુઓ, કોઈ વસ્તુ ભુલી ગયા હોય તો આજે જ ચઢાવો

રાશિફળ 24 માર્ચ 2023: જાણો કોણે રહેવું પડશે અત્યંત સતર્ક
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube