... તો રિયલ મૈડ્રિડ છોડશે રોનાલ્ડો, 8 અરબની છે ઓફર
રિયલ મૈડ્રિડ છોડીને જુવેંટ્સ માટે રમી શકે છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, 8 અરબની છે ઓફર
મૈડ્રિડઃ સ્પેનિશ ક્લબ રિયલ મૈડ્રિડના સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હવે પોતાની ક્લબ છોડીને ઇટાલિયન ક્લબ જુવેંટ્સ માટે રમી શકે છે. રિયલ મૈડ્રિડે રોનાલ્ડોને લઈને જુવેંટ્સ પાસેથી મળેલી 100 કરોડ યૂરો (લગભગ 8 અરબ રૂપિયા) ઓફર પર વિચાર કરી રહ્યું છે. રોનાલ્ડોએ પોતાની ક્લબ માટે અત્યાર સુધી સર્વાધિક 451 ગોલ કર્યા છે.
આ સિવાય તેણે મેમાં મૈડ્રિડની સાથે 5મો ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીત્યો હતો. 5 વખતનો બેલન ડીઓર પુરસ્કાર વિજેતા રોનાલ્ડો જો 100 કરોડ યૂરો (લગભગ 8 અરબ રૂપિયા)માં જુવેંટ્સની સાથે કરાર કરે તો જુવેંટ્સ માટે આ સૌથી મોટો કરાર હશે. ક્લબે આ પહેલા આર્જેન્ટીનાના ફોરવર્ડ ગોંજાલો હિગ્યૂએનની સાથે 2016માં 90 કરોડ યૂરોનો કરાર કર્યો હતો.
આ રિય મૈડ્રિડ દ્વારા માન્ચેસ્ટર યુનાઇટેડને આપવામાં આવેલી રાશીથી વધુ હશે. રિયલ મૈડ્રિડે 2009માં 80 કરોડ યૂરોમાં રોનાલ્ડોને માન્ચેસ્ટર યુનાઇટેડ પાસેથી ખરીદ્યો હતો. મીડિયામાં તેવી ખબર આવી રહી છે કે રોનાલ્ડો પોતાની ક્લબ સાથે ખુશ નથી. આ પહેલા રોનાલ્ડો ઘણીવાર એલાન કરી ચૂક્યો છે કે તે ક્લબ છોડવા ઈચ્છે છે.
ચેમ્પિયન્સ લીગનું ટાઇટલ જીત્યા બાદ રોનાલ્ડોએ કહ્યું હતું કે, રિયલ મૈડ્રિડ માટે રમવું તેના માટે શાનદાર રહ્યું છે. પરંતુ જુવેંટ્સ અને રિયલ મૈડ્રિડે આ કરાર પર કોઈ સત્તાવાર જવાબ આપ્યો નથી. પોર્ટુગલ ફુટબોલ ટીમના કેપ્ટન રોનાલ્ડોએ રૂસમાં જારી ફીફા વર્લ્ડ કપમાં હેટ્રિક લગાવી હતી, પરંતુ તેમછતાં તેની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.