મિલાનઃ યુવેન્ટ્સે ગત શનિવારે ઇટાલિયન ફુટબોલ લીગ સીરી એનું આ સિઝનનું ટાઇટલ જીત્યું હતું. ત્યારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો યૂરોપની ત્રણ મોટી લીગ જીતનાર પ્રથમ ફુટબોલર બન્યો હતો. આ શનિવારે તેણે વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. તે ક્લબ કરિયરમાં 600 ગોલ કરનાર પ્રથમ એક્ટિવ ફુટબોલર બની ગયો છે. ત્યારબાદ બીજા નંબર પર મેસી છે. તેણે અત્યાર સુધીમાં પોતાના ક્લબ કરિયરમાં 598 ગોલ કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવેન્ટ્સ ગત સપ્તાહે સીરી એ લીગનું ચેમ્પિયન બન્યું
સીરી એ લીગમાં શનિવારે રાત્રે સૈન સિરો પર યુવેન્ટ્સ અને ઇન્ટર મિલાનની મેચ રમાઇ હતી. સૈન સિરો ઇન્ટર મિલાનનું હોમગ્રાઉન્ડ છે. આ મેચ 1-1થી ડ્રો રહ્યો હતો. 62મી મિનિટમાં રોનાલ્ડોએ 1-1થી ગોલ કરીને સ્કોર 1-1થી બરોબર કર્યો હતો. આ રોલાન્ડોના ક્લબ કરિયરનો 600મો ગોલ હતો. 


રોનાલ્ડોએ સૌથી વધુ ગોલ 450 રિયલ મેડ્રિડ તરફથી રમતા કર્યાં છે. તે 2003થી 2009 સુધી માનચેસ્ટર યૂનાઇટેડ માટે પણ રમ્યો હતો. આ દરમિયાન તેણે ક્લબ માટે 118 ગોલ કર્યાં હતા. તે કરિયરના શરૂઆતી સમયમાં 2002 થી 2003 સુધી સ્પોર્ટિંગ ક્લબ ધ પોર્ટુગલ માટે રમ્યો હતો. ત્યારે તેણે 5 ગોલ કર્યાં હતા. તે ગત વર્ષે યુવેન્ટ્સ સાથે જોડાયો હતો. તેણે અત્યાર સુધી આ ક્લબ માટે 27 ગોલ કર્યાં છે. 


રોનાલ્ડોએ સૌથી વધુ ગોલ રિયલ મેડ્રિડ તરફથી કર્યાં


સીઝન                      ક્લબ               લીગ                ગોલ
2002/03                  સ્પોર્ટિંગ સીપી       પ્રીમિયરા લિગા       5
2003/04 થી 2008/09    મૈનચેસ્ટર યૂનાઇટેડ  પ્રીમિયર લીગ      118
2009/10 થી 2017/18     રિયલ મેડ્રિડ          લા લીગા           450
2018/19 થી અત્યાર સુધી    યુવેન્ટ્સ              સીરી એ           27


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર