721 કરોડ રૂપિયામાં મેડ્રિડ છોડી રોનાલ્ડો યુવેન્ટ્સ સાથે જોડાયો
રોનાલ્ડોએ 2009માં ઇંગ્લિસ ક્લબ માનચેસ્ટર યૂનાઇટેડમાંથી રિયલ મેડ્રિડને 80 મિલિયન પાઉન્ડની મોટી રકમ પર જોઇન કર્યું હતું.
મેડ્રિડઃ પાંચ વખત વર્ષના સર્વશ્રેષ્ઠ ફુટબોલર રહેલો ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ રિયલ મેડ્રિડ ક્બલને અલવિદા કહીને યુવેન્ટ્સનો હાથ પકડ્યો છે. મંગળવારે સ્પેનિશ લીગ લા લીગા ક્લબે આ એક નિવેદન જારી કરીને આ વાતની જાણકારી આપી.
રોનાલ્ડોએ 2009માં ઇંગ્લિસ ક્લબ માનચેસ્ટર યૂનાઇટેડમાંથી રિયલ મેડ્રિડને 80 મિલિયન પાઉન્ડની મોટી રકમ પર જોઇન કર્યું હતું. તેણે આ ક્લબ માટે સૌથી વદુ 451 ગોલ કર્યા છે. સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડ બે લા લીગા અને ચાર વખત ચેમ્પિયન ટ્રોફીનું ટાઇટલ જીત્યું છે.
રિયલ મેડ્રિડે નિવેદન જારી કરીને કહ્યું, રિયલ મેડ્રિડ માટે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આવાનારી પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત રહેશે. તેમણે કહ્યું કે, રિયલ મેડ્રિડ હંમેશા રોનાલ્ડોનું ઘર બન્યું રહેશે.
ટ્રાન્સફર ફીનો કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી પરંતુ સ્પેનિશ મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રોનાલ્ડો ચાર વર્ષ માટે યુવેન્ટસ પાસેથી 105 મિલિયન યૂરો એટલે કે આશરે 721 કરોડ રૂપિયાની ટ્રાન્સફર ડીલ સાઇન કરી છે.
33 વર્ષીય પોર્ટુગલના આ સ્ટાર ફુટબોલરે 2017ની ચેમ્પિયન્સ લીગ ફાઇનલમાં મેડ્રિડ તરફથી ઈટલી ક્લબ યુવેન્ટસ વિરુદ્ધ 2 ગોલ કર્યા હતા. આ મેચ મેડ્રિડે 4-1થી જીતી હતી.