ફિલિપિન્સઃ આજકાલ પોર્ટુગલના ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું તેના પોતાના જ શહેરમાં બનેલું એક સ્ટેચ્યુ સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં છે. ફુંચલમાં બનેલી રોનાલ્ડોની કાંસાની આ પ્રતિમાનું આકર્ષણનું કેન્દ્ર તેનો એક વિશેષ બોડી પાર્ટ છે. રોનાલ્ડોના સ્ટેચ્યુને જોતાંની સાથે જ લોકોની નજર હાઈલાઈટ થઈ રહેલા રોનાલ્ડોના આ વિશેષ બોડી પાર્ટ તરફ જતી રહે છે. આ પાર્ટને જોતાની સાથે જ લોકોના ચહેરા પર હાસ્યની લહેરો ફૂટી નિકળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોનાલ્ડોની કાંસાની પ્રતિમાના આ વિશેષ બોડી પાર્ટ સાથે લોકો ચિત્ર-વિચિત્ર ફોટા ખેંચાવીને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આજકાલ રોનાલ્ડોના આ પુતળા સાથે વિશેષ અંદાજમાં ફોટો ખેંચાવીને અપલોડ કરવાનું જાણે કે પૂર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ મેડિરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બનેલી રોનાલ્ડોની એક અન્ય પ્રતિમા પણ લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી હતી. જે રીતે લોકો આ સ્ટેચ્યુને જોઈને પોતાનું હસવાનું રોકી શકતા નથી, એવી જ રીતે મેડિરામાં બનેલું સ્ટેચ્યુ પણ લોકોને હસાવામાં સફળ રહ્યું હતું. 


સૌથી મોટી પ્રતિમા પછી હવે ગુજરાતને મળશે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની ભેટ


સંગ્રહાલયમાં આ પ્રતિમાને એવા સ્થાને મુકવામાં આવી છે જ્યાં સૂર્યાના સીધા કિરણો તેના ઉપર પડે છે. સૂર્યના કિરણોને કારણે પ્રતિમાના એક વિશેષ ભાગમાંથી કાંસુ દૂર થઈ ગયું છે, જેના કારણે શરીરનો એક વિશેષ ભાગ આંખોમાં ઉડીને વળગી જાય છે. ક્રિસ્ટિયાનોની આ પ્રતિમાને મેડરિન કલાકાર રિકાર્ડો વેલોઝાએ બનાવી છે. 


વિશ્વના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....