ટેનિસઃ ક્રોએશિયા બન્યું ડેવિસ કપ ચેમ્પિયન, ફ્રાન્સ સાથે લીધો ફીફા વર્લ્ડ કપની હારનો બદલો
ક્રોએશિયાએ યજમાન ફ્રાન્સને 3-1થી હરાવીને ડેવિસ કપનું ટાઈટલ જીત્યું છે, 13 વર્ષ પહેલા ટીમે આ ટાઈટલ જીત્યું હતું
લિલે (ફ્રાન્સ): ક્રોએશિયા 13 વર્ષ બાદ ફરી એક વખત ચેમ્પિયન બન્યું છે. તેણે યમજાન ફ્રાન્સને હરાવીને આ ટાઈટલ જીત્યું છે. 4 વખતના ચેમ્પિયન ફ્રાન્સ પાસે સતત બીજા વર્ષે આ ટાઈટલ જીતવાની તક હતી, પરંતુ ક્રોએશિયાએ તેની આશાઓ ઉપર પાણી ફેરવી દીધું છે. ક્રોએશિયા આ અગાઉ 2005માં ચેમ્પિયન બન્યું હતું. તેણે 2005માં સ્લોવાકિયાને ફાઈનલમાં હરાવીને પ્રથમ વખત ડેવિસ કપ જીત્યો હતો.
ક્રોએશિયા અને ફ્રાન્સ વચ્ચે લગભગ 23 થી 25 નવેમ્બર વચ્ચે લિલેમાં ડેવિસ કપની ફાઈનલ રમાઈ હતી. આ બંને દેશ વચ્ચે ચાર મહિના પહેલા મોસ્કોમાં યોજાયેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં ફાઈનલ રમાઈ હતી. એ સમયે ક્રોએશિયાને હરાવીને ફ્રાન્સ ફૂટબોલ ચેમ્પિયન બન્યું હતું. રસપ્રદ બાબત એ હતી કે, ફ્રાન્સે ક્રોએશિયાને હરાવીને પોતાનો બીજો વર્લ્ડ કપ જીત્યો હતો. હવે ક્રોએશિયાએ ફ્રાન્સને હરાવીને બીજી વખત ડેવિસ કપ જીત્યો છે. ડેવિસ કપ ટેનિસમાં પુરુષ વર્ગની ટીમ ઈવેન્ટ છે.
ક્રોએશિયાએ ડેવિસ કપની ફાઈનલમાં ફ્રાન્સને 3-1થી હરાવ્યું હતું. ક્રોએશિયાની ટીમ બે દિવસની રમત બાદ 2-1થી આગળ હતી. અંતિમ દિવસે યોજાનારા બે રિવર્સ સિંગલ્સમાં તેને એક વિજય જરૂરી હતી. આ વિજય પહેલાં જ રિવર્સ સિંગલ્સમાં તેને જીત મળી ગઈ. આ મુકાબલામાં ક્રોએશિયાના સ્ટાર ખેલાડી મારિન સિલિચે લુકાસ પાઉલીને 7-6 (7-3), 6-3, 6-3થી હરાવ્યું હતું. ક્રોએશિયાએ 2005માં જ્યારે પ્રથમ વખત ડેવિસ કપ જીત્યો ત્યારે પણ મારિન ટીમમાં હતો અને આ વખતે પણ તે ટીમમાં સામેલ હતો.
(ક્રોએશિયાની ટીમ કપ સાથે. ફોટો- Reuters)
મારિન સિલિચે ફાઈનલના આગલા દિવસે પણ એક મેચ જીતી હતી. તેણે પોતાના પ્રથમ અને બીજા દિવસના મુકાબલામાં જો વિલ્ફ્રેડ સોંગાને 6-3, 7-5, 6-4થી હરાવ્યો હતો. ફાઈનલ મુકાબલાના બીજા દિવસે ફ્રાન્સે ડબલ્સ મેચ જીતીને પુનરાગમન કર્યું હતું.
મારિન સિલિચે મેચ બાદ જણાવ્યું કે, "દરમે દરરોજ વિશ્વ ચેમ્પિયન બની શકતા નથી. અમારા માટે આ એક સપનું સાચું સાબિત થવા જેવી બાબત છે. તમે જોઈ શકો છો કે, પ્રશંસકો આ વિજયની કેવી જોરદાર ઉજવણી કરી રહ્યા છે. મને લાગે છે કે ક્રોએશિયામાં આ વિજયની શાનદાર ઉજવણી કરાશે."