રેપિનોઃ પોતાના અવિશ્વસનિય પ્રદર્શનથી તમામને ચોંકાવનાર ઈંગ્લેન્ડની ટીમ 28 વર્ષ બાદ પ્રથમ વિશ્વકપ સેમીફાઇનલમાં ઉતરશે, તો તેણે લાગણીઓ પર કાબૂ રાખીને જાયન્ટ કિલર ક્રોએશિયાનો પડકાર પાર પાડવો પડશે. બુધવારે આ મેચ ભારતીય સમયાનુસાર રાત્રે 11.30 કલાકે રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂસમાં પોતાની ટીમના પ્રદર્શનને જોતા ઈંગ્લેન્ડમાં જશ્નનો માહોલ છે. કોચ જેરેથ સાઉથગેટની ટીમે દેશવાસીઓનું દિવ જીતી લીધું છે, પરંતુ કોચે ખેલાડીઓને પોતાના પગ જમીન પર રાખવાની સલાહ આપી છે. 


ઈંગ્લેન્ડે અંતિમ વખત 1990માં વિશ્વકપ સેમીફાઇનલ રમી હતી અને એકમાત્ર વિશ્વકપ 1966માં જીત્યો હતો. મિડફીલ્ડર ડેલે અલીએ કહ્યું, અમે અહીં પોતાની તૈયારીમાં વ્યસ્ત છીએ. સોશિયલ મીડિયા કે ઈન્ટરનેટ જોવા પર જ ખ્યાલ આવે છે કે આ કેટલી મોટી સિદ્ધિ છે. અમારૂ મેચ આગામી મેચમાં શાનદાર પ્રદર્શન કરવા પર છે. 


ઈંગ્લેન્ડે સ્વીડનને 2-0થી હરાવીને અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું છે, જેમાં અલીએ પ્રથમ ગોલ કર્યો હતો. હવે તેનો સામનો ક્રોએશિયાઈ ટીમ સાથે છે, જેણે ટાઇટલની પ્રબળ દાવેદાર આર્જેન્ટીનાને ગ્રુપ રાઉન્ડમાં હરાવ્યું હતું. તેની પાસે રિયલ મેડ્રિડના લુકા મોડરિચ અને બાર્સિલોનાના ઇવાન રેકિટિચ જેવા ખેલાડીઓ છે. 


અલીએ કહ્યું કે, ટીમને શરૂઆતથી પોતા પર વિશ્વાસ હતો. તેણે કહ્યું, અમને ખ્યાલ હતો કે અમારી પાસે પ્રતિભાશાળી ટીમ છે. કેટલાક અસાધારણ ખેલાડીઓ અને એક કરિશ્માઇ મેનેજર છે. 


બીજીતરફ ક્રોએશિયાઇ ટીમ આ મહત્વના મેચ પહેલા વિવાદમાં આવી ગઈ જ્યારે રૂસ પર પેનલ્ટી શૂટઆઉટ બાદ પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી ઓગજેન વુકોજેવિચે યૂક્રેનના સમર્થનવાળો વીડિયો પોસ્ટ કર્યો. ત્યારબાદ તેને દળની બહાર કરવાનો દંડ લગાવવામાં આવ્યો. 


ફીફાના નિયમો પ્રમાણે રાજકીય નિવેદનબાજી પ્રતિબંધિત છે. તમામ વિવાદો છતા ક્રોએશિયાએ છેલ્લા 20 વર્ષમાં વિશ્વકપમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ડાલિચે કહ્યું, અમને વિશ્વાસ છે કે અમે ઈંગ્લેન્ડનું વિશ્વકપ જીતવાનું સપનું તોડીશું.