CSA T20 League: દક્ષિણ આફ્રિકા T20 લીગ 2023માં કુલ 6 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં એક સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપ છે. આ ટીમની માલિક કાવ્યા મારન (Kaviya Maran) છે. કાવ્યા મારન તેની ટીમ SRH ને ચીયર કરતી IPL 2018 માં પહેલીવાર ટીવી પર દેખાઈ હતી. કાવ્યા મારનના ચાહકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ દક્ષિણ આફ્રિકામાં પણ જોવા મળી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તો કંઈ નથી! ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે, જાણો હવામાનની ભયંકર આગાહી


થાઇ બાદ હવે તાઇ જામફળ, કચ્છીમાંડુઓએ કમાલ કરી, સૂકા રણમાં કરી સોનેરી ખેતી


કાવ્યા મારન સન ગ્રુપના માલિક કલાનિધિ મારનની (Kalanithi Maran)પુત્રી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) તેની ટીમ છે. કાવ્યા મારન કલાનિધિ મારનની પુત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દયાનિધિ મારનની (Dayanidhi Maran)ભત્રીજી છે.


30 વર્ષની કાવ્યા મારન પોતે સન મ્યુઝિક (Sun Music)સાથે સંકળાયેલી છે. તે પ્રથમ વખત IPL 2018 દરમિયાન ચાહકોની નજરમાં આવી હતી. કાવ્યા મારન ભારતીય ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે.


30 કરોડની મલાઈ કોણ કોણ ખાઈ ગયું: ગૃહમંત્રાલય પણ ચોંક્યું, હવે કોનો વારો આવશે


એમબીએ કર્યા પછી, કાવ્યા મારન (Kaviya Maran) ને તેના પિતા કલાનિધિ મારનના વ્યવસાયમાં જોડાવાનું નક્કી કર્યું. કાવ્યાએ તેની કંપનીમાં મોટી જગ્યા લેતા પહેલા અનુભવ મેળવવા માટે સન ટીવી નેટવર્કમાં ઇન્ટર્નશિપ પણ કરી હતી. કાવ્યા હાલમાં સન ટીવી નેટવર્કના ઓટીટી પ્લેટફોર્મ સન નેક્સ્ટ સન Sun NXTના વડા છે.