MS Dhoni Knee Injury: ફેન્સ માટે સારા સમાચાર, પૂરી થઈ ધોનીના ઘુંટણની સર્જરી, જાણો અપડેટ
MS Dhoni Knee Injury Update: ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ પોતાના ઘુંટણની સર્જરી કરાવી લીધી છે. ધોની ઘુંટણની ઈજાને કારણે આઈપીએલ દરમિયાન પરેશાન જોવા મળ્યો હતો.
મુંબઈઃ MS Dhoni Knee surgery Update: આઈપીએલ 2023માં વિજેતા રહેલી ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ટૂર્નામેન્ટ દરમિયાન ઘુંટણની ઈજાને કારણે પરેશાન જોવા મળ્યો હતો. હવે સામે આવેલી માહિતી પ્રમાણે ધોનીએ ઘુંટણની સર્જરી કરાવી લીધી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગુરૂવાર એટલે કે 1 જૂનની સવારે ધોનીએ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ઘુંટણનું ઓપરેશન કરાવ્યું છે.
ધોની, 31 મે બુધવારે ઘુંટણની તપાસ માટે મુંબઈ આવ્યો હતો. રિપોર્ટ્સમાં તે પણ જણાવવામાં આવ્યું કે ધોનીની સર્જરી ડોક્ટર દિનશો પારદીવાલાએ કરી છે. આ તે ડોક્ટર છે જેણે પંતની સર્જરી કરી હતી. ધોની 31 માર્ચે ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ રમાયેલી મેચ પહેલાં ઈજાગ્રસ્ત થયો હતો. એક બોલને ડાઇવ લગાવીને રોકવાના ચક્કરમાં ધોની ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. પરંતુ ધોનીએ ઈજા છતાં ટૂર્નામેન્ટમાં દરેક મેચ રમી અને ટીમને ચેમ્પિયન બનાવી હતી.
નોંધનીય છે કે હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ધોની બેટિંગ કરવા જતા પહેલા પોતાના પગ પર પટ્ટી બાંધી રહ્યો છે. વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફાઈનલનો છે. ધોની બેટિંગ કરવા ગયો તે પહેલાં પગમાં પટ્ટી બાંધી રહ્યો હતો. પરંતુ ફાઈનલ મેચમાં તે શૂન્ય રન પર આઉટ થયો હતો.
આ પણ વાંચોઃ શું WTC ફાઇનલ વરસાદમાં ધોવાઈ જશે? કોને મળશે ટ્રોફી, ભારત કે ઓસ્ટ્રેલિયા, જાણો નિયમ
આઈપીએલ 2023માં ધોનીની બેટિંગ
આઈપીએલ 2023માં એમએસ ધોની શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે 16 મેચની 12 ઈનિંગમાં બેટિંગ કરી. આ દરમિયાન ધોનીએ કેટલીક શાનદાર સિક્સ ફટકારી. ઘુંટણની ઈજાને કારણે ધોની મોટા શોટ્સ પર નિર્ભર રહ્યો હતો. ધોનીએ અંતમાં આવીને ટીમ માટે નાની પણ મહત્વની ઈનિંગ રમી હતી.
12 ઈનિંગમાં બેટિંગ કરતા ધોનીએ 26ની એવરેજ અને 182.46ની સ્ટ્રાઇક રેટથી 104 રન બનાવ્યા. તેનો હાઈ સ્કોર અણનમ 32 રનનો રહ્યો. આ દરમિયાન તેણે 10 સિક્સ અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube