IPL 2019: દીપક ચહરે 4 ઓવરમાં ફેંક્યા 20 ડોટ બોલ, બનાવ્યો રેકોર્ડ
દીપક ચહરે મંગળવારે કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ પોતાની ચાર ઓવરના સ્પેલમાં 20 ડોટ બોલ ફેંક્યા, જે આઈપીએલ ઈતિહાસમાં એક રેકોર્ડ છે.
ચેન્નઈઃ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના ફાસ્ટ બોલર દીપક ચહરે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ઈતિહાસમાં સૌથી વધુ ડોટ બોલ ફેંકવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ચહરે મંગળવારે કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ પોતાની ચાર ઓવરના સ્પેલમાં 20 ડોટ બોલ ફેંક્યા, જે આઈપીએલના ઈતિહાસમાં એક રેકોર્ડ છે.
આ પહેલા આઈપીએલમાં સૌથી વધુ ડોટ બોલ ફેંકવાનો રેકોર્ડ આશીષ નહેરા અને મુનાફ પટેલના નામે હતો. જેણે 2009ની સિઝનમાં 19-19 ડોટ બોલ ફેંક્યા હતા. ચાહરે પોતાની બોલિંગ પર ક્રિસ લિન (0), રોબિન ઉથપ્પા (6) અને નીતીશ રાણા (0)ની વિકેટ ઝડપી હતી.
26 વર્ષીય ફાસ્ટ બોલરે 19મી ઓવરમાં પાંચ બોલ ડોટ કાઢ્યા અને આંદ્રે રસેલ જેવા વિસ્ફોટક બેટ્સમેનને ખામોશ રાખ્યો હતો. ચહરે પોતાના પ્રથમ ત્રણ ઓવરના સ્પેલમાં માત્ર 14 રન ખર્ચ કર્યા અને ત્રણ વિકેટ પણ ઝડપી હતી.