Ravindra Jadeja એ બદલ્યો પોતાનો લુક, પરંતુ IPL 2021 પહેલાં CSK લાગ્યો આ આંચકો
10 એપ્રિલના રોજ સીએસકે (CSK) ના પહેલાં મુકાબલાથી રવિંદ્ર જાડેજા (Ravindra Jadeja) બહાર રહી શકે છે કારણ કે તે અત્યાર સુધી મુંબઇમાં ટીમ સાથે જોડાયા નથી. બેંગલુરૂ (Bengaluru) ની નેશનલ ક્રિકેટ એકેડમી (National Cricket Academy) એ અત્યાર સુધી તેમને રિલીઝ કરી નથી.
નવી દિલ્હી: ટીમ ઇન્ડીયા (Team India) ના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એકવાર ફરી મેદાનમાં ધમાલ મચાવવા માટે બેકરાર છે. તે જલદી જ ઇજામાંથી સાજા થઇને વાપસી કરવા માંગે છે. ક્રિકેટ ફેન્સ તેમનો જલવો જોવાની રાહ જોઇ રહ્યા છે. 'સર જાડેજા' પણ તેના માટે પુરો પ્રયત્ન કરી રહ્યા છે.
જાડેજાએ બદલ્યો લુક
મેદાનમાં વાપસી પહેલાં રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ પોતાની સ્ટાઇલ બદલી લીધી છે. મોબાઇલ એસેસરીઝ કંપની એંબરેન (Ambrane) એ તેમને પોતાના બ્રાંડ એમ્બેસડર બનાવ્યા છે. તેની પ્રોડક્ટ માટે જાહેરાતમાં તેમનો નવો લુક સામે આવ્યો છે જેને તેમના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
શું તમારા WhatsApp પર પણ આવ્યો છે આ મેસેજ? ખોલશો તો ખાલી થઇ જશે બેંક એકાઉન્ટ
આઇપીએલમાં જોવા મળશે જલસો
ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ગત વર્ષની માફક આ વર્ષે પણ એમએસ ધોની (MS Dhoni) ની ટીમ ચેન્નઇ સુપરકિંગ્સ (Chennai Super Kings) માં જોવા મળશે. આ વર્ષે સીએસકે (CSK) પોતાનો પ્રથમ મુકાબલો 10 એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ (DC) વિરૂદ્ધ મુંબઇમાં રમશે.
ના...ના...આવું તો હોતું હશે??? હેન્ડસમ છોકરાને જોતાં આ છોકરી ગુમાવી બેસે છે હોશ, આવી જાય છે ચક્કર
ઓસ્ટ્રેલિયામાં પહોંચી હતી ઇજા
રવીંદ્ર જાડેજા (Ravindra Jadeja) ને ઓસ્ટ્રેલિયા ટૂર (Australia Tour) દરમિયાન અંગૂઠામાં ઇજા પહોંચી હતી. ત્યારબાદથી તે એક પણ ઇન્ટરનેશનલ અથવા ઘરેલૂ મેચ રમી શક્યા નથી. તે બેંગલુરૂ (Bengaluru) ની નેશનલ ક્રિકેટ એકેડમી (National Cricket Academy) માં રિહૈબ પર જતા રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube