અમદાવાદઃ CSK vs GT Final IPL 2023: IPL 2023 ની ફાઇનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ગુજરાતમાં રમવાની છે. પરંતુ મેચ પહેલા જ વરસાદ શરૂ થયો હતો. આથી મેચ શરૂ થવામાં વિલંબ થઈ શકે છે. જો સતત વરસાદ ચાલુ રહેશે તો મેચને લઈને અનેક પ્રકારના નિયમો બનાવવામાં આવ્યા છે. જો આજે મેચની ઓછામાં ઓછી 5 ઓવર પૂરી ન થઈ શકે તો તેને રિઝર્વ ડે પર રમાડવામાં આવશે. ચેન્નાઈ અને ગુજરાતની ટીમો તૈયાર છે. પરંતુ વરસાદ રમતને બગાડી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં વરસાદના કારણે ટોસ મોડો થશે. ચાહકો ફાઈનલ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ વરસાદ બંધ થઈ ગયો છે. જો IPLએ ફાઈનલ મેચને લઈને અનેક પ્રકારના નિયમો બનાવ્યા છે. જો વરસાદ બંધ થાય તો 9.40 વાગ્યા સુધીમાં રમત શરૂ કરી શકાય છે અને ઓવર ઓછી કરવામાં આવશે નહીં. પરંતુ આ પછી ઓવરો કાપવામાં આવશે. જો વરસાદના કારણે આજે ઓછામાં ઓછી 5 ઓવર રમાઈ નથી તો તેના માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો આજે મેચ નહીં રમાય તો આ મેચ સોમવારે રમાશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube