વર્લ્ડ કપ 2019: વિરાટ કોહલીએ કેપ્ટનના રૂપમાં મેળવી 50મી જીત
મહત્વનું છે કે, આઈસીસી વિશ્વ કપ-2019માં ભારતે સાઉથ આફ્રિકાને 6 વિકેટે પરાજય આપીને વિજય સાથે શરૂઆત કરી હતી.
સાઉથેમ્પ્ટનઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વિશ્વકપમાં આફ્રિકાને બુધવારે છ વિકેટે પરાજય આપવાની સાથે કેપ્ટનના રૂપમાં પોતાની 50મી જીત મેળવી છે.
વિરાટની કેપ્ટનના રૂપમાં 69 મેચોમાં આ 50મી જીત છે. તે સૌથી ઓછી મેચોમાં 50 જીત હાસિલ કરવાના મામલામાં વેસ્ટ ઈન્ડિઝના વિવિયન રિચર્ડ્સને પાછળ છોડીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. રિચર્ડ્સે 70 મેચોમાં 50મી જીત હાસિલ કરી હતી.
World Cup 2019: વિશ્વકપમાં થયો ગજબ સંયોગ, જ્યારે અમ્પાયર કરતા ઉંમરમાં મોટો નિકળ્યો ખેલાડી
દક્ષિણ આફ્રિકાના હૈંસી ક્રોન્ચે 68 મેચોમાં અને વેસ્ટ ઈન્ડિઝના ક્લાઇવ લોયડ તથા ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે 63 મેચોમાં 50મી જીત હાસિલ કરી હતી.