CWG 2018 : છઠ્ઠા દિવસે હિના સિદ્ધૂએ ગોલ્ડ મેડલ પર સાધ્યું નિશાન
ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા 21 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. મંગળવારે ભારતની અનુભવી મહિલા નિશાનેબાજ હિના સિદ્ધૂએ ભારતને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો છે. હિના સિદ્ધૂએ 21મા રાષ્ટ્રમંડળ રમતોમાં છઠ્ઠા દિવસે ભારતને 11મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે.
ગોલ્ડ કોસ્ટ: ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા 21 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. મંગળવારે ભારતની અનુભવી મહિલા નિશાનેબાજ હિના સિદ્ધૂએ ભારતને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો છે. હિના સિદ્ધૂએ 21મા રાષ્ટ્રમંડળ રમતોમાં છઠ્ઠા દિવસે ભારતને 11મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. કાર્ડિયાક સર્જન હીનાએ મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરતાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે.
હિનાએ આ સ્પર્ધામાં રાષ્ટ્રમંડલ રમતોનો રેકોર્ડ જાળવી રાખતાં 38 પોઇન્ટ પ્રાપ્ત કર્યા અને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો. આ સ્પર્ધામાં ઓસ્ટ્રેલિયાની એલીના ગૈલિયાવોવિકને સિલ્વર મેડલ પ્રાપ્ત થયો, તો બીજી તરફ મલેશિયાની આલિયા સજાના અઝાહારીને કાંસ્ય પદક મળ્યો. તો બીજી તરફ અનુ સિંહ પદક જીતવામાં નિષ્ફળ રહી.
CWG 2018 : મેહુલી અને અપૂર્વીએ 10 મીટર રાઇફલમાં ભારતને અપાવ્યો સિલ્વર અને બ્રોન્જ
આ પહેલાં મંગળવારે અનુ સિંહ અને હિના સિંદ્ધૂએ ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરતાં રમતોના છઠ્ઠા દિવસે મહિલાઓની 25 મીટર પિસ્ટલ સ્પર્ધાની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. અનુએ ક્વોલિફિકેશનમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું તો બીજી તરફ હિનાએ ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું. ક્વોલિફિકેશનમાં કુલ 14 નિશાનેબાજ ભાગ લઇ રહ્યા હતા જેમાંથી ટોચના 8 ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું.
CWG 2018 : જીતૂ રોયએ કોમનવેલ્થ રેકોર્ડ તોડીને ભારતને અપાવ્યો ગોલ્ડ, પ્રદીપે જીત્યો સિલ્વર
ત્યારબ ક્વોલિફિકેશન રેપિડ રાઉન્ડમાં અનુએ 291 અને હીનાએ 293નો સ્કોર કર્યો. રેપિડના ત્રણ રાઉન્ડમાં અનુએ 98, 96, 97 નો સ્કોર કર્યો તો બ ઈજી તરફ હીનાએ 95, 99, 99 સ્કોર કર્યો.