ગોલ્ડ કોસ્ટઃ ભારતીય પુરૂષ હોકી ટીમે 21માં રાષ્ટ્રમંડળ ખેલના ચોથા દિવસે રવિવારે પોતાની પ્રથમ જીત મેળવી હતી. ગોલ્ડ કોસ્ટ સેન્ટરમાં રમાયેલી આ મેચમાં ભારતે વેલ્સને 4-3થી પરાજય આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક સમયે આ મેચ 3-3થી ડ્રો થાય તેમ લાગતું હતું, પરંતુ 58મી મિનિટે મળેલા પેનલ્ટી કોર્નર પર એસવી સુનીલે રિબાઉન્ડ ગોલ કરતા ભારતને જીત અપાવી હતી. ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે 2-2થી ડ્રો રહી હતી. 


સુનીલ સિવાય આ મેચમાં ભારત માટે દિલપ્રીતે 16મી, મનદીપે 27મી અને રૂપિંદર પાલ સિંહે 57મી મિનિટે ગોલ કર્યો હતો. બીજી તરફ વેલ્સ માટે ગારેથ ફરલોંગે હેટ્રિક લગાવી હતી. તેણે મેચની 17મી, 44મી અને 57મી મિનિટે ગોલ કર્યો હતો.