નવી દિલ્હી: ભારતની દિગ્ગજ મહિલા નિશાનેબાજ શ્રેયસી સિંહે ગોલ્ડ કોસ્ટમાં ચાલી રહેલા 21મા રાષ્ટ્રમંડળ રમતોમાં બુધવારે સાતમા દિવસે ભારતની ઝોળીમાં 12મો ગોલ્ડ મેડલ અપાવ્યો. શ્રેયસીએ મહિલાઓની ડબલ ટ્રેપ સ્પર્ધાની ફાઇનલ્સમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ જીત્યો. કોમનવેલ્થ ગેમ્સમાં 7મા દિવસે ભારતને પહેલો અને કુલ 12મો ગોલ્ડ મેડલ પોતાના ખાતામાં સામેલ કરી દીધો છે. શૂટિંગમાં મહિલાઓની ડબલ ટ્રેપ સ્પર્ધામાં ગોલ્ડ મેડલના શૂટ ઓફમાં ભારતની શ્રેયસી સિંહે બંને નિશાના યોગ્ય લગાવીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવી લીધો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેઇટલિફ્ટિંગમાં ફરી સોનૂં વરસ્યું, ભારતને ગોલ્ડ મેડલ


શ્રેયસીનો મુકાબલો ખૂબ રોમાંચક રહ્યો. ઓસ્ટ્રેલિયાની શૂટર એમ્મા કોક્સ શ્રેયસીથી ત્રણ રાઉન્ડ હતી, પરંતુ ચોથા રાઉન્ડમાં તે ફક્ત 18 પોઇન્ટ જ પ્રાપ્ત કરી શકી અને તેનો સ્કોર બીજી પોઝિશન પર રહેલી ભારતની શ્રેયસી સાથે બરાબર થઇ ગયો.

CWG 2018 : મેહુલી અને અપૂર્વીએ 10 મીટર રાઇફલમાં ભારતને અપાવ્યો સિલ્વર અને બ્રોન્જ


શૂટઓફમાં શ્રેયસીએ પોતાના બંને નિશાન પરફેક્ટ લગાવ્યા પરંતુ ઓસ્ટ્રેલાઇ શૂટર પોતાનો એક નિશાન યોગ્ય લગાવી શકી નહી. ગોલ્ડ મેડલ ભારતના નામે થઇ ગયો. શૂટિંગમાં આ ભારતનો ચોથો ગોલ્ડ મેડલ છે. 


CWG 2018 : જીતૂ રોયએ કોમનવેલ્થ રેકોર્ડ તોડીને ભારતને અપાવ્યો ગોલ્ડ, પ્રદીપે જીત્યો સિલ્વર


એમાને આ સ્પર્ધામાં સિલ્વર મેડલ મળ્યો. તેમણે પણ બધા ચાર લેવલમાં 96 પોઇન્ટ પ્રાપ્ત કર્યા હતા. તો બીજી તરફ શૂટ-ઓફમાં બે નિશાનમાંથી એક નિશાન ખોટું લાગ્યું અને જેથી તે બીજા સ્થાન પર રહી. સ્કોટલેંડની લિંડા પિયરસને 87 પોઇન્ટ સાથે કાંસ્ય પદક પર કબજો જમાવ્યો. 


તમને જણાવી દઇએ કે વર્ષ 2014માં ગ્લોસ્ગોમાં આયોજિત 20મા રાષ્ટ્રમંડળ રમતોમાં શ્રેયસીએ આ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો અને આ વખતે તે પદકનો રંગ બદલવામાં સફળ રહી.