નવી દિલ્હી: આર વેંકટ રાહુલ (85 કિગ્રા) હાલના કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારા ચોથા ભારતીય વેઈટલિફ્ટર બની ગયા છે. 21 વર્ષના રાહુલે કુલ 338 કિગ્રા (151 કિગ્રા અને 187 કિગ્રા)નું વજન ઉઠાવ્યું અને ટોચ પર રહ્યાં. આ ભારતીય વેઈટલિફ્ટરને સમોઆના ડોન ઓપેલોઝના પડકારનો સામનો કરવો પડ્યો જેણે કુલ 3231 કિગ્રા વજન ઉઠાવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંને વેઈટલિફ્ટરોએ ક્લીન એન્ડ જર્કમાં પોતાના અંતિમ પ્રયત્નમાં 191 કિગ્રા વજન ઉઠાવવાનો વિકલ્પ પસંદ કર્યો પરંતુ બંને તેમાં ચૂકી ગયા. પરંતુ સમોઆનો 188 કિગ્રા વજન ઉઠાવવાનો બીજો પ્રયત્ન પણ નિષ્ફળ ગયો જેનાથી રાહુલ ટોચનો ક્રમાંક મેળવવામાં સફળ રહ્યો. જો ઓપેલોઝ પોતાના અંતિમ પ્રયત્નમાં સફળ જાત તો રાહુલે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડત. કારણ કે તેઓ ત્રીજા પ્રયત્નમાં  ફાઉલ થયા હતાં. ગત વર્ષ કોમન વેલ્થ ગેમ્સમાં રાહુલે કુલ 351 કિગ્રા વજન ઉઠાવ્યું હતું.


વેંકટે કરારા સ્પોર્ટ્સ એરીના-1માં આયોજિત આ સ્પર્ધામાં સ્નેચ અને ક્લીન એન્ડ જર્કમાં કુલ 338 કિગ્રા વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. સ્નેચમાં વેંકટનું સૌથી સારું પ્રદર્શન 151 કિગ્રા હતું. જ્યારે ક્લીન એન્ડ જર્કમાં બીજી વાર સારું પ્રદર્શન કરતા 187 કિગ્રા વજન ઉઠાવ્યું. આ સ્પર્ધામાં સામોઆના ડોન ઓપેલોગેએ સિલ્વર અને મલેશિયાના મોહમ્મદ ફાઝરૂલે બ્રોન્ઝ મેડલ મેળવ્યો.


ચાર ગોલ્ડ મેડલ મેળવીને ભારત ટેલીમાં  ચોથા નંબરે આવી ગયું છે. આ અગાઉ ત્રીજા દિવસે ભારતના વેઈટલિફ્ટર સતીષકુમાર શિવલિંગમે ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ નાખ્યો હતો. સતીષે વેઈટલિફ્ટિંગના પુરુષોના 77 કિગ્રા વર્ગમાં ભારતને ગોલ્ડ અપાવ્યો હતો.