CWG 2022: પીવી સિંધુ બાદ યુવા શટલર લક્ષ્ય સેને જીત્યો ગોલ્ડ, ભારતના ખાતામાં 20મો Gold
Commonwealth Games 2022: કોમનવેલ્થ ગેમ્સના અંતિમ દિવસે ભારતના ખાતામાં બીજો ગોલ્ડ મેડલ આવી ગયો છે. ભારતના યુવા શટલર લક્ષ્ય સેને બેડમિન્ટન મેન્સ સિંગલ્સની ફાઇનલમાં મલેશિયન ખેલાડીને હરાવી ગોલ્ડ કબજે કર્યો છે.
બર્મિંઘમઃ કોમનવેલ્થ ગેમ્સ 2022 (CWG 2022) માં બેડમિન્ટનમાં પીવી સિંધુ બાદના ગોલ્ડ મેડલ બાદ ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ આવ્યો છે. ભારતના યુવા શટલર લક્ષ્ય સેને મેન્સ સિંગલ્સની ફાઇનલ ઇવેન્ટમાં મલેશિયાના
ત્ઝે યોંગ એનજીને 19-21, 21-9 અને 21-16 થી હરાવી ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. કોમનવેલ્થ ગેમ્સનો આજે છેલ્લો દિવસ છે અને ભારતના ખાતામાં આ બીજો ગોલ્ડ મેડલ આવી ગયો છે. આ પહેલા મહિલા સિંગલ્સ ઈવેન્ટમાં પીવી સિંધુએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
પ્રથમ ગેમમાં ત્ઝે યોંગ એનજીએ મેળવી જીત
ભારતના લક્ષ્ય સેન અને મલેશિયન ખેલાડી વચ્ચે પ્રથમ ગેમની શરૂઆતથી જોરદાર ટક્કર જોવા મળી હતી. પ્રથમ ગેમમાં એક સમયે સેન આગળ હતો, પરંતુ ત્યારબાદ યોંગે વાપસી કરી હતી. બંનેનો સ્કોર 18-18થી બરોબર હતો. ત્યારબાદ યોંગે ત્રણ પોઈન્ટ મેળવી પ્રથમ ગેમ 21-19થી પોતાના નામે કરી લીધી હતી.
બીજી ગેમમાં સેનની એકતરફી જીત
ભારતના યુવા શટલર લક્ષ્ય સેને બીજી ગેમમાં દમદાર વાપસી કરી હતી. ભારતના લક્ષ્ય સેને એક બાદ એક પોઈન્ટ મેળવી મોટી લીડ બનાવી લીધી હતી. લક્ષ્ય સેનના સ્મેસનો મલેશિયન ખેલાડી પાસે કોઈ જવાબ નહોતો. અંતમાં લક્ષ્ય સેને 21-9થી જીત મેળવી રોમાંચક વાપસી કરી હતી.
ત્રીજી ગેમનો રોમાંચ
ત્રીજી ગેમમાં મલેશિયાના ખેલાડીએ શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ થોડીવારમાં જ ભારતના લક્ષ્ય સેને વાપસી કરી હતી. બ્રેક સમયે લક્ષ્ય સેન 11-7થી આગળ હતો. લક્ષ્ય સેને 21-16થી ત્રીજી ગેમ જીતી ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો હતો.
ભારતના ખાતામાં 20મો ગોલ્ડ
કોમનવેલ્થ ગેમ્સ-2022મા પીવી સિંધુ અને લક્ષ્ય સેનના ગોલ્ડ મેડલ સાથે ભારતના ગોલ્ડ મેડલોની કુલ સંખ્યા 20 પર પહોંચી ગઈ છે. ભારતે 20 ગોલ્ડ 15 સિલ્વર અને 22 બ્રોન્ઝ સાથે કુલ 57 મેડલ કબજે કર્યા છે.
આ પણ વાંચોઃ CWG 2022: પીવી સિંધુએ કર્યો કમાલ, કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમવાર જીત્યો ગોલ્ડ મેડલ
કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતના પદકવીર
1. સંકેત મહાદેવ- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 55 કિલોગ્રામ)
2. ગુરુરાજા- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 61 કિલોગ્રામ)
3. મીરાબાઈ ચાનુ- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 49 કિલોગ્રામ)
4. બિંદિયારાની દેવી- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 55 કિલોગ્રામ)
5. જેરેમી લાલરિનુંગા- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 67 કિલોગ્રામ)
6. અચંતિા શેઉલી- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 73 કિલોગ્રામ)
7. સુશીલા દેવી- સિલ્વર મેડલ (જૂડો 48 કિલોગ્રામ)
8. વિજયકુમાર યાદવ- બ્રોન્ઝ મેડલ (જૂડો 60 કિલોગ્રામ)
9. હરજિંદર કૌર- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 71 કિલોગ્રામ)
10. વીમેન્સ ટીમ- ગોલ્ડ મેડલ (લોન બોલ્સ)
11. મેન ટીમ- ગોલ્ડ મેડલ (ટેબલ ટેનિસ)
12. વિકાસ ઠાકુર- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 96 કિલોગ્રામ)
13. મિક્સ્ડ બેડમિન્ટન ટીમ- સિલ્વર મેડલ
14. લવપ્રીત સિંહ- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 109 કિલોગ્રામ)
15. સૌરવ ઘોષાલ- બ્રોન્ઝ મેડલ (સ્ક્વોશ)
16. તુલિકા માન- સિલ્વર મેડલ (જૂડો)
17. ગુરદીપ સિંહ- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 109+ કિલોગ્રામ કેટેગરી)
18. તેજસ્વીન શંકર- બ્રોન્ઝ મેડલ (હાઈજમ્પ)
19. મુરલી શ્રીશંકર- સિલ્વર મેડલ
20. સુધીર- ગોલ્ડ મેડલ (પેરા પાવરલિફ્ટિંગ)
21. અંશુ મલિક- સિલ્વર મેડલ (કુશ્તી 57 કિલોગ્રામ)
22. બજરંગ પુનિયા- ગોલ્ડ મેડલ (કુશ્તી- 65 કિલોગ્રામ)
23. સાક્ષી મલિક- ગોલ્ડ મેડલ (કુશ્તી 62 કિલોગ્રામ)
24. દીપક પુનિયા- ગોલ્ડ મેડલ (કુશ્તી 86 કિલોગ્રામ)
25. દિવ્યા કાકરાન- બ્રોન્ઝ મેડલ (કુશ્તી 68 કિલોગ્રામ)
26. મોહિત ગરેવાલ- બ્રોન્ઝ મેડલ (કુશ્તી 125 કિલોગ્રામ)
27. પ્રિયંકા ગોસ્વામી- સિલ્વર મેડલ (10 કિમી વોક)
28. અવિનાશ સાબલે - સિલ્વર મેડલ ( સ્ટીપલચેઝ)
29. પુરુષ ટીમ- સિલ્વર મેડલ (લોન બોલ્સ)
30 જસ્મીન લેંબોરિયા- બ્રોન્ઝ મેડલ (બોક્સિંગ)
31. પૂજા ગેહલોત- બ્રોન્ઝ મેડલ (કુશ્તી 50 કિલોગ્રામ)
32 રવિકુમાર દહિયા- ગોલ્ડ મેડલ (કુશ્તી 57 કિલોગ્રામ)
33. વિનેશ ફોગાટ- ગોલ્ડ મેડલ (કુશ્તી 53 કિલોગ્રામ)
34. નવીન કુમાર- ગોલ્ડ મેડલ (કુશ્તી 74 કિલોગ્રામ)
35. પૂજા સિહાગ- બ્રોન્ઝ મેડલ (કુશ્તી)
36. મોહમ્મદ હુસામુદ્દીન - બ્રોન્ઝ મેડલ (બોક્સિંગ)
37. દીપક નહેરા-બ્રોન્ઝ મેડલ (કુશ્તી 97 કિલોગ્રામ)
38 સોનલબેન પટેલ- બ્રોન્ઝ મેડલ (પેરા ટેબલ ટેનિસ)
39. રોહિત ટોક્સ- બ્રોન્ઝ મેડલ (બોક્સિંગ)
40 ભાવિના પટેલ - ગોલ્ડ મેડલ (પેરા ટેબલ ટેનિસ)
41. ભારતીય મહિલા ટીમ- બ્રોન્ઝ મેડલ (હોકી)
42. નીતુ ઘંઘસ- ગોલ્ડ મેડલ (બોક્સિંગ)
43. અમિત પંઘલ- ગોલ્ડ મેડલ (બોક્સિંગ)
44. સંદીપકુમાર- બ્રોન્ઝ મેડલ (10 કિમી પગપાળા વોક)
45. એલ્ડહોસ પોલ- ગોલ્ડ મેડલ (ત્રિપલ જંપ)
46. અબ્દુલ્લા અબુબકર- સિલ્વર મેડલ (ત્રિપલ જંપ)
47. અન્નુ રાની- બ્રોન્ઝ મેડલ (જેવલિન થ્રો)
48. નિકહત ઝરીન- ગોલ્ડ મેડલ (બોક્સિંગ)
49. અચંત અને જી. સાથિયાન સિલ્વર મેડલ ( ટેબલ ટેનિસ)
50. સૌરવ અને દીપિકા પલ્લીકલ બ્રોન્ઝ મેડલ (સ્કવોશ)
51. કિદાંબી શ્રીકાંત બ્રોન્ઝ મેડલ (બેડમિન્ટન)
52. મહિલા ટીમ - સિલ્વર મેડલ (ક્રિકેટ)
53. ગાયત્રી અને ત્રિશા જોલી બ્રોન્ઝ (બેડમિન્ટન)
54. શરથ કમલ અને શ્રીજા અકુલા ગોલ્ડ મેડલ (ટેબલ ટેનિસ)
55. સાગર અહલાવત સિલ્વર મેડલ (બોક્સિંગ)
56. પીવી સિંધુ- ગોલ્ડ મેડલ (બેડમિન્ટન)
57. લક્ષ્ય સેન- ગોલ્ડ મેડલ (બેડમિન્ટન)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube