નવી દિલ્લી: કોમનવેલ્થ ગેમ્સનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભારતીય ખેલાડી પણ પોતાની તૈયારીઓને આખરી ટચ આપવામાં જોડાઈ ગયા છે. બોક્સરોએ પણ પોતાના પંચનો દમ બતાવવા માટે કમર કસી લીધી છે. શૂટિંગ, વેઈટ લિફ્ટિંગ, રેસલિંગ પછી બોક્સિંગ ચોથી એવી રમત છે. જેમાં ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં સૌથી વધારે મેડલ જીત્યા છે. ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી 8 ગોલ્ડ, 12 સિલ્વર અને 17 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 37 મેડલ જીત્યા. ગયા વર્ષે ભારતે 3 ગોલ્ડ, 3 સિલ્વર અને 3 બ્રોન્ઝ સહિત કુલ 9 મેડલ જીત્યા હતા. આ વખતે ભારતીય બોક્સરોની નજર ગયા વર્ષ કરતાં વધારે મેડલ જીતવા પર રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. લવલીના બોરગોહેન:
લવલીના બોરગોહેને 69 કિલોગ્રામ બોક્સિંગની રમતમાં ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જોકે આ વખતે વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં તેની સફર આગળ વધી શકી ન હતી. પરંતુ તેણે અનેકવખત જબરદસ્ત વાપસી કરી છે. તેની પાસેથી મેડલની આશા રહેશે.


2. નિખત ઝરીન:
નિખત ઝરીન આ સમયે શાનદાર ફોર્મમાં ચાલી રહી છે. આ વર્ષે મે મહિનામાં તે 52 કિલોગ્રામ ચેમ્પિયનશીપમાં વર્લ્ડ ચેમ્પિયન બની હતી. આ વર્ષે તેણે સ્ટ્રેન્ડઝા મેમોરિયલ ટુર્નામેન્ટમાં 3 વખતની યૂરોપિયન ચેમ્પિયનશીપ મેડાલિસ્ટને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.


3. અમિત પંઘાલ:
અમિત પંઘાલની નજર આ વખતે પોતાના મેડલનો રંગ બદલવા પર રહેશે. 2018 ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્શ ગેમ્સમાં તેણે લાઈટ ફ્લાઈવેટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે ટોક્યો ઓલિમ્પિકમાં 52 કિલોગ્રામ ચેમ્પિયનશીપમાં નંબન વન બોક્સરના રૂપમાં એન્ટ્રી લીધી હતી. ગયા વર્ષે એશિયન ચેમ્પિયનશીપમાં ફ્લાઈવેટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ વર્ષે એપ્રિલમાં થાઈલેન્ડ ઓપનમાં તેણે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો.


4. શિવા થાપા:
શિવા થાપા એક મોટું ટાઈટલ પોતાના નામે કરવા માટે તૈયાર છે. 2015 વર્લ્ડ ચેમ્પિયનશીપના બ્રોન્ઝ મેડાલિસ્ટ થાપા છેલ્લા વર્ષે એશિયાઈ ચેમ્પિયનશીપના ઈતિહાસમાં ભારતનો સૌથી સફળ બોક્સર બન્યો હતો. તેણે ચેમ્પિયનશીપમાં 5મો મેડલ જીત્યો હતો. થાપાએ 2013માં ગોલ્ડ, 2015માં બ્રોન્ઝ, 2017માં સિલ્વર, 2019માં બ્રોન્ઝ અને 2021માં સિલ્વર મેડલ જીત્યો હતો.


પુરુષ બોક્સર:
અમિત પંઘાલ - 51 કિલોગ્રામ
મોહમ્મદ હુસામુદ્દીન - 57 કિલોગ્રામ
શિવા થાપા - 63.5 કિલોગ્રામ
રોહિત ટોક્સ - 67 કિલોગ્રામ
સુમિત કુંડૂ - 75 કિલોગ્રામ
આશિષ ચૌધરી - 80 કિલોગ્રામ
સંજીત - 92 કિલોગ્રામ
સાગર - 92 કિલોગ્રામ


મહિલા બોક્સર:
નીતુ - 48 કિલોગ્રામ
નીખત ઝરીન - 50 કિલોગ્રામ
જેસમીન - 60 કિલોગ્રામ
લવલીના બોરગોહેન - 70 કિલોગ્રામ