CWG 2022: બર્મિંઘમમાં ઈતિહાસ રચવા ઉતરશે ટીમ ઈન્ડિયા, ગોલ્ડ માટે મજબૂત ઓસ્ટ્રેલિયા સામે ટક્કર
commonwealth games 2022: કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ માટે આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચે ટક્કર જોવા મળશે. ભારતીય ટીમની નજર આ ઐતિહાસિક ગોલ્ડ મેડલ પર છે. બીજી તરફ મેગ લેનિંગની ટીમ પણ શાનદાર ફોર્મમાં છે.
બર્મિંઘમઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોમનવેલ્થ ગેમ્સ 2022 (CWG 2022) નો ફાઇનલ મુકાબલો આજે બર્મિંઘમના એજબેસ્ટન મેદાન પર રમાશે. બંને ટીમોની નજર ગોલ્ડ મેડલ પોતાના નામે કરી ઈતિહાસ રચવા પર હશે. હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય ટીમે જ્યાં પ્રથમ સેમીફાઇનલમાં યજમાન ઈંગ્લેન્ડને રોમાંચક મુકાબલામાં 4 રને પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, તો ઓસ્ટ્રેલિયાએ બીજી સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું. ભારતીય સમયાનુસાર ગોલ્ડ મેડલ મેચ રાત્રે 9.30 કલાકે શરૂ થશે. આવો આ મુકાબલા પહેલા બંને ટીમના હેડ ટૂ હેડ રેકોર્ડ્સ પર એક નજર કરીએ.
ભારત માટે સરળ નથી ગોલ્ડ મેડલનો માર્ગ
ભારત માટે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવવું સરળ રહેશે નહીં. બંને ટીમોના ટી20 રેકોર્ડ્સની વાત કરીએ તો ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચે અત્યાર સુધી કુલ 24 મુકાબલા રમાયા છે, જેમાંથી છ વખત ટીમ ઈન્ડિયાને જીત મળી છે. તો કાંગારૂ ટીમે 17 વખત વિજય મેળવ્યો છે. ભારતનો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ Win/Loss 0.352 નો છે, જે ખુબ નિરાશ કરનારો છે.
IND W vs AUS W હેડ ટૂ હેડ રેકોર્ડ
મેચ- 24
ભારતની જીત- 6
ઓસ્ટ્રેલિયાની જીત-1
કોઈ પરિણામ નહીં-1
આ પણ વાંચોઃ પેરા ટેબલ ટેનિસમાં ભાવિનાએ ગોલ્ડ તો સોનલ પટેલે જીત્યો બ્રોન્ઝ, વધાર્યું ગુજરાતનું ગૌરવ
લીગ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યું હતું ભારત
કોમનવેલ્થ ગેમ્સ-2022નો પ્રારંભ ભારત અને ઓસ્ટ્રેલિયાના મુકાબલાથી થયો હતો. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ હારેલી બાજી પલટી ભારતને 33 વિકેટે પરાજય આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા હરમનપ્રીતની અડધી સદીની મદદથી 154 રન બનાવ્યા હતા. આ સ્કોરનો પીછો કરતા કાંગારૂ ટીમે 49 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ એશલે ગાર્ડનરે 52 રનની અણનમ ઈનિંગ રમી ભારત પાસેથી જીત છીનવી લીધી હતી.
ટૂર્નામેન્ટની શરૂઆત તો ભારત પર ઓસ્ટ્રેલિયાની શાનદાર જીત સાથે થઈ હતી, પરંતુ કહેવાય છે કે અંત ભલો તો બધુ સારૂ. તો શું ભારત ફાઇનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાને હરાવી આ બદલો પૂરો કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube