CWG 2022: મેડલનો વરસાદ... બોક્સિંગમાં ટીમ ઇન્ડિયાની ગોલ્ડન હેટ્રિક, નિખત ઝરીને જીત્યો ગોલ્ડ
CWG 2022: બોક્સર નિખત ઝરીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે. નિખતે 48-50 કિલોગ્રામની ફાઈનલમાં નોર્દન આયરલેન્ડની કાર્લી એમસી નાઉલને 5-0 થી હરાવી છે.
CWG 2022: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારતને બોક્સિંગમાં ટીમ ઇન્ડિયાએ ગોલ્ડન હેટ્રિક મારી છે. બોક્સર નિખત ઝરીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે. જોકે, ટ્રિપલ જમ્પમાં ભારતીય પ્લેયર્સે ઇતિહાસ રચ્યો છે. ભારત માટે ખુશીની વાત એ છે કે, આ ઇવેન્ટમાં ગોલ્ડ અને સિલ્વર બંને મેડલ ભારતીય પ્લેયર્સના નામે રહ્યા છે. જ્યારે વૂમેન્સ જેવલિન થ્રોમાં અન્નુ રાનીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
નિખત ઝરીને જીત્યો ગોલ્ડ
બોક્સર નિખત ઝરીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે. નિખતે 48-50 કિલોગ્રામની ફાઈનલમાં નોર્દન આયરલેન્ડની કાર્લી એમસી નાઉલને 5-0 થી હરાવી છે. ભારતીય ટીમનો આ બોક્સિંગમાં ત્રીજો ગોલ્ડ મેડલ છે. સાથે જ ઓલઓવર ભારતનો આ 17 મો ગોલ્ડ મેડલ છે.
મેડલોની હાફ સેન્ચ્યુરી નજીક ભારત, કઈ ગેમ્સમાં કયા ખેલાડીએ જીત્યો કયો મેડલ; જુઓ લિસ્ટ
ભારતના સ્ટાર બોક્સરને ગોલ્ડ મેડલ
ભારતના સ્ટાર બોક્સર અમિત પંઘાલે 48-51 કિલોગ્રામ ભાર વર્ગમાં ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. અમિત પંઘાલે ફાઈનલમાં ઈંગ્લેન્ડના બોક્સર કિયારન મેકડોનાલ્ડને હરાવી ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. રવિવારે બોક્સિંગમાં આ ભારતનો બીજો ગોલ્ડ છે. આ પહેલા મહિલા બોક્સર નીતૂ ઘંઘાસે ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. અમિત પંઘાલે ઈંગ્લેન્ડના બોક્સરને 5-0થી પરાજય આપ્યો છે.
ભારતના ફાળે મેડલ જ મેડલ, એક જ ઇવેન્ટમાં ગોલ્ડ-સિલ્વર; જેવલિન થ્રોમાં મળ્યો બ્રોન્ઝ
ભારતની મહિલા બોક્સરને ગોલ્ડ મેડલ
બોક્સિંગમાં 45-48 કિલોગ્રામ વર્ગમાં ભારતની મહિલા બોક્સર નીતૂ ઘાંઘસે ગોલ્ડ મેડલ કબજે કર્યો છે. નીતૂએ ફાઈનલમાં ઈંગ્લેન્ડની ડોક્ટરને પરાજય આપ્યો હતો. નીતૂએ ઈંગ્લેન્ડની મહિલા બોક્સર વિરુદ્ધ 5-0થી જીત મેળવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube