કોલંબોઃ શ્રીલંકાના ટેસ્ટ ક્રિકેટર દાનુષ્કા ગુણાથિલકાના એક મિત્ર પર નોર્વેની એક મહિલા દ્વારા હોટલના રૂમમાં બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યાર બાદ ગુણાથિલકાને ટીમમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુણાથિલકા અને તેનો મિત્ર નોર્વેની બે મહિલાઓની રવિવારે સવારે તે હોટલમાં લઈને આવ્યા, જ્યાં શ્રીલંકન ટીમ રોકાઇ હતી. બાદમાં એક મહિલાએ બીજા વ્યક્તિ પર બળાત્કારનો આરોપ લગાવ્યો, જે શ્રીલંકન મૂળનો બ્રિટિશ પાસપોર્ટધારક છે. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. 


એક પોલીસ અધિકારીએ જણાવ્યું, તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને અમે મામલાની તપાસ શરૂ કરી છે. નોર્વેની એક  પ્રર્યટલે બળાત્કારનો આરોપ લગાવ્યો છે. 


તેમણે કહ્યું કે, ગુણાથિલકા પર કોઈ આરોપ લગાવવામાં આવ્યો નથી. પરંતુ શ્રીલંકા ક્રિકેટે તેને આચાર સંહિતાના ઉલ્લંઘનમાં આરોપમાં સસ્પેન્ડ કરી દીધો છે. 


આચાર સંહિતા મુજબ મેચ દરમિયાન ખેલાડીઓ માટે રાત્રે હોટલના રૂમમાં રહેવું ફરજીયાત છે અને તે કોઇ મહેમાનને લાવી શકતા નથી. બોર્ડ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી હાલના ટેસ્ટની તેની ફી પણ રોકીને રાખશે.