ઓસ્ટ્રેલિયાની વનડે ટીમમાં ફેરફાર, હવે આ ખેલાડી આવશે ભારતના પ્રવાસે
ઓસ્ટ્રેલિયાએ ભારતના પ્રવાસ માટે એરોન ફિન્સની આગેવાની વાળી વનડે ટીમમાં ઈજાગ્રસ્ત બોલર સીન એબોટના સ્થાને ડાર્સી શોર્ટને સામેલ કર્યો છે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાએ ભારતના પ્રવાસ માટે એરોન ફિન્સની આગેવાની વાળી વનડે ટીમમાં ઈજાગ્રસ્ત બોલર સીન એબોટના સ્થાને ડાર્સી શોર્ટને સામેલ કર્યો છે. બિગ બેશ લીગમાં ઈજાગ્રસ્ત થયા બાદ એબોટ બહાર થઈ ગયો છે. તે સાઇટ સ્ટ્રેનને કારણે ચાર સપ્તાહ મેદાનથી દૂર રહેશે.
ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસની શરૂઆત મુંબઈમાં 14 જાન્યુઆરીએ રમાનારી સિરીઝની પ્રથમ વનડે મેચથી કરશે. બીજી અને ત્રીજી વનડે ક્રમશઃ 17 જાન્યુઆરી અને 19 જાન્યુઆરીએ રાજકોટ અને બેંગલુરૂમાં રમાશે.
ઓસ્ટ્રેલિયાની ટીમમાં ફાસ્ટ બોલર તરીકે પહેલાથી જ પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, મિશેલ સ્ટાર્ક અને કેન રિચર્ડસન સામેલ છે, તેવામાં સીન એબોટના સ્થાને ડાર્સી શોર્ટને સામેલ કરવામાં આવ્યો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube