ડેરેન સેમીને મળશે પાકિસ્તાનની નાગરિકતા સાથે સૌથી મોટા નાગરિક એવોર્ડથી થશે સન્માનિત
સેમીએ પાકિસ્તાનમાં ક્રિકેટની વાપસી માટે મોટા પગલા ભર્યાં છે. તેમણે આ દેશમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને પરત લાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. વર્ષ 2017માં તે લાહોરમાં પાકિસ્તાન સુપર લીગ (PSL)માં રમવા માટે માનનાર પ્રથમ વિદેશી ખેલાડી હતો.
કરાચીઃ Pakistan Citizenship: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ તે વાતની જાહેરાત કરી છે કે તેના દેશમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરત લાવવામાં વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન ડેરેન સેમી (Darren Sammy)એ જે ભૂમિકા ભજવી છે તેના માટે તેને માનદ નાગરિકતા પ્રદાન કરવામાં આવશે. પાકિસ્તાન સરકાર તેને આ સન્માનથી સન્માનિત કરશે. ડેરેન સેમી આ સમયે પાકિસ્તાન સુપર લીગની પાંચમી સીઝનમાં ટીમ પેશાવર ઝાલ્મીને લીડ કરી રહ્યો છે. તેને દેશની માનદ નાગરિકતા (honorary citizenship)ની સાથે-સાથે દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાન-એ-હૈદર (Nishan-e-Haider)થી પણ 23 માર્ચે સન્માનિત કરવામાં આવશે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વી (Arif Alvi) તેમને આ સન્માનથી સન્માનિત કરશે.
સેમીએ પાકિસ્તાનમાં ક્રિકેટની વાપસી માટે મોટા પગલા ભર્યાં છે. તેમણે આ દેશમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને પરત લાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. વર્ષ 2017માં તે લાહોરમાં પાકિસ્તાન સુપર લીગ (PSL)માં રમવા માટે માનનાર પ્રથમ વિદેશી ખેલાડી હતો જ્યારે મોટા ભાગના વિદેશી ખેલાડીઓએ સુરક્ષાનો હવાલો આપતા ત્યાં રમવાની ના પાડી દીધી હતી. તેણે લાહોરમાં બીજી ફાઇનલમાં પેશાવર ઝાલ્મી (Peshawar Zalmi)ની ટીમની આગેવાની કરી હતી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube