ક્રિકેટઃ મહિલા ટી-20 વર્લ્ડ કપનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો ડેરેન સેમી
ટી-20 વિશ્વકપનું આયોજન ત્રણ સ્થળો પર કરવામાં આવશે અને તેમાં કુલ 23 મેચ રમાશે.
દુબઈઃ પોતાની આગેવાનીમાં વેસ્ટઇન્ડીઝને બે વખત ટી-20 વિશ્વકપનો ખિતાબ અપાવનાર ડેરેન સેમીને આગામી મહિલા ટી-20 વિશ્વકપનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. આઈસીસી વેબસાઇટના રિપોર્ટ અનુસાર સેમી હવે એક એમ્બેસેડરના રૂપમાં ટૂર્નામેન્ટની છઠ્ઠી સીઝનમાં મદદ કરશે. ટૂર્નામેન્ટનું આયોજન 9 થી 24 નવેમ્બર સુધી વેસ્ટઇન્ડીઝમાં કરવામાં આવશે. વેસ્ટઇન્ડીઝની મહિલા ટીમ ટી-20 વિશ્વકપમાં પોતાના ટાઇટલનું રક્ષણ કરવા ઉતરશે.
સેમીએ એક નિવેદનમાં કહ્યું, આઈસીસી મહિલા ટી-20 વિશ્વકપ માટે ટીમ સાથે જોડાવું માટે સન્માન અને ખુશીની વાત છે. અમારા દેશમાં આ એક મોટુ આયોજન થવા જઈ રહ્યું છે અને અમારી મહિલા ટીમ માટે આ એક મોટી તક છે. આ ટૂર્નામેન્ટ મહિલા ક્રિકેટને ખુબ આગળ વધારશે.
ટી-20 વિશ્વકપનું આયોજન ત્રણ સ્થળો પર કરવામાં આવશે અને તેમાં કુલ 23 મેચ રમાશે.